Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સર્વાઈકલ pain એ તમારી ઉંઘ ઉડાડી છે તો અપનાવો આ ઉપાયો

સર્વાઈકલ pain એ તમારી ઉંઘ ઉડાડી છે તો  અપનાવો આ ઉપાયો
, બુધવાર, 20 જુલાઈ 2016 (18:14 IST)
સર્વાઈકલ એક એવો દુખાવો છે જેમા ન તો સારી ઊંધ આવે છે અને ન તો આરામ મળે છે. આવામાં પરેશાનીઓ વધતી જ જાય છે. પણ હવે પરેશાન થવાની જરૂર નથી. તમે કેટલાક ઘરેલુ ઉપચાર કરીને આ દુખાવાથી છુટકારો મેળવી શકો છો. આવો જાણીએ સર્વાઈકલના દુખાવાથી બચવાના ઉપાયો.. 
 
1. લસણ - થોડુ વેજીટેબલ ઓઈલ કોઈ કઢાઈમાં લઈને 8-10 કળી લસણની નાખો. તેને બ્રાઉન થતા સુધી ગરમ કરો. પછી આ તેલની લસણ સાથે જ તમારા ગરદન અને ખભા પર મસાજ કરો.  મસાજ કર્યા પછી ગરમ પાણીથી ચોક્કસ સ્નાન કરો. તેનાથી તમારો દુખાવો જલ્દી દૂર થઈ જશે. 
 
2. જૈતૂનનુ તેલ - જૈતૂનનુ તેલ સર્વાઈકલના દુખાવામાં આરામ આપે છે. જ્યા સર્વાઈકલ દુખાવો થતો હોય ત્યા ગરમ જૈતૂનનુ તેલ મસાજ કરો. પછી ગરમ પાણીમાં ટોવેલ પલાડીને ગરદન પર 20 મિનિટ સુધી મુકો. 
 
3. બરફના ટુકડા - સર્વાઈકલનો સોજો ઓછો કરવા માટે બરફના ટુકડાને કોઈ કપડામાં લપેટો. અને તેને સોજાવાળા સ્થાન પર મુકો. તેનાથી સોજો અને દુખાવો બંનેમાં રાહત મળશે. 
 
4. હીટ પેડ - હીટ  પૈડનો ઉપયોગ પણ સર્વાઈકલમાં કરી શકો છો. તેનાથી સેક પણ થાય છે અને સોજો પણ ઓછો થાય છે. 
 
5. હરડ - સર્વાઈકલના દુખાવાથી બચવા માટે જમ્યા પછી એક હરડ ખાવાથી ખૂબ આરામ મળે છે. 
 
6. ફળ અને શાકભાજી - જો સર્વાઈકલની પ્રોબ્લેમ્બ છે તો ગાજર, મૂળા, ખીરા, ટામેટા અને કાચી કોબીજ ખૂબ વધુ ફાયદો કરશે અને ફળ તમે કોઈ પણ ખાઈ શકો છો. પણ ડોક્ટરની સલાહ જરૂરી છે. 
 
આ વસ્તુઓથી રહો દૂર 
 
સર્વાઈકલના દુખાવાથી બચવા માટે દારૂ, ધૂમ્રપાન તંબાકુનુ સેવન બિલકુલ ન કરો. ચા કોફી, ગળ્યો, ખાટો અને તળેલો પદાર્થ ખાવાનુ ટાળો. ડોક્ટરની સલાહથી બતાવેલ એક્સરસાઈઝ જરૂર કરો. કારણ કે તેનાથી ખૂબ આરામ મળે છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ભોજન કરવાના આ 8 નિયમોને કરવાથી નહી આવે વૃદ્ધાવસ્થા , આવે છે હાથી કેવી તાકાત