Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

જાણો કંઈ બીમારીમાં કેવા અસરકાર છે નાગરવેલના પાન...

ખાવાનું પાન અનેક બીમારીઓમાં પણ લાભકારી છે

જાણો કંઈ બીમારીમાં કેવા અસરકાર છે નાગરવેલના પાન...
, સોમવાર, 18 એપ્રિલ 2016 (00:04 IST)
પાચનમાં સુધાર - નાગરવેલના પાનનો આમ તો માઉથ ફ્રેશનરની જેમ ઉપયોગ કરવામાં આવે છે. પણ તેને ચાવવાથી અમારા માટે ખૂબ લાભકારે હોઈ શકે છે. જ્યારે આપણે તેને ચાવીને ખાઈએ છીએ ત્યારે આપણી લાર ગ્રંથિ પર અસર પડે છે.  જેનાથી સલાઈવ (saliva) લાર બનવામાં મદદ મળે છે. જે આપણા પાચન તંત્ર માટે ખૂબ જરૂરી છે. જો તમે ભારે ખોરાક પણ ખાધો છે તો ત્યારબાદ તમે પાન ખાઈ લો. તેનાથી તમારુ ભોજન સહેલાઈથી પચી જશે. 
 
મોઢાના કેંસરથી બચાવ - પાન ફક્ત નાની બીમારીઓ માટે જ લાભકારી નથી પણ તે ગંભીર બીમારીઓ માટે પણ લાભકારી છે. પાનના પત્તાને ચાવવાથી મોઢાનુ કેસરથી બચી શકાય છે. 
 
-માઉથ ફ્રેશનર - પાનના પત્તામાં એવા અનેક યૌગિક હોય છે જે શ્વાસની દુર્ગંધને ખતમ કરે છે. આ ઉપરાંત પાનમાં લવિંગ, વરિયાળી ઈલાયચી જેવા વિવિધ મસાલા મળવાથી આ એક સારુ માઉથ ફ્રેશનર પણ બની જાય છે. 
 
- સેક્સ પાવર - પાનને સેક્સનુ સિંબોલ પણ માનવામાં આવે છે. સેક્સ સંબંધ પહેલા ખાવાથી આ ક્રિયાનુ વધુ સુખ લઈ શકય છે. તેથી નવા જોડાને પાન ખવડાવવાની પરંપરા ખૂબ જુની છે. તેથી તેને ખાવા માટે આપવામાં આવે છે. 
 
- મસૂઢામાં સૂજન કે ગાંઠ આવી જતા - જો તમારા મસૂઢોમાં ગાંઠ, સૂજન કે પછી લોહી નીકળી રહ્યો છે તો તે માટે પાનના પત્તાને પાણીમાં ઉકાળીને  તેને મેશ કરી લો. તેમણે મસૂઢા પર લગાવવાથી લોહી વહેવુ બંધ થઈ જાય છે. 
 
ગૈસ્ટ્રિક અલ્સર - પાનના પત્તાનો રસને ગૈસ્ટ્રોપ્રોટેક્ટિવ ગતિવિધિ માટે પણ ઓળખવામાં આવે છે. જેનાથી ગૈસ્ટ્રિક અલ્સરને રોકવામાં મદદ મળે છે. 
 
- મસાનો ઉપચાર - પાનના પત્તાથી કબજિયાત દૂર થાય છે આ દવાનો ઉપયોગ વગર કોઈ નિશાન છોડેલ મસાને સંપૂર્ણ રીતે સુધારી શકાય છે. 
 
-વાળ તોડમાં મદદરૂપ -  પાનનો ઉપયોગ આયુર્વેદમાં બાલ તોડ, ગુમડા ફોલ્લીની સારવાર માટે થાય છે. પાનને ગરમ કરીને તેમા દિવેલનુ તેલ લગાવીને ફોલ્લા પર લગાવવાથી આરામ મળે છે. 
 
- ડાયાબિટીશ - પાન પર અભ્યાસ બતાવે છે કે તેમા ડાયાબીટિસ વિરોધી ગુણ હોય છે અને આ તેની સારવારમાં મદદ કરે છે.  
 
- ખાંસી કરો દૂર - પાનના પત્તામાં મઘ લગાવીને ખાવાથી ખાંસીમાં આરામ મળે છે. આ ઉપરાંત તેનાથી છાતીમાં કફ દૂર કરી શકાય છે. 
 
- માથાના દુખાવામાં રાહત - પાનના પત્તાની એનાલ્જેસિક અને ઠંડી વિશેષતાઓને કારણે ઉપરથી લગાવવાથી આ તીવ્ર માથાના દુખાવાથી રાહત અપાવવામાં મદદરૂપ છે. 
 
- ઘા ભરવામાં મદદરૂપ - જો પાનના કેટલા પત્તાનો રસ વાટીને ઘા પર લગાવવામાં અવે અને પાનના પત્તુ મુકીને પટ્ટી બાંધવામાં આવે તો ઘા 2-3 દિવસમાં સારો થઈ જાય છે. 
 
- કબજિયાત કરે દૂર - પાનની દંડીને દિવેલમાં તેલમાં ભેળવીને ખાવાથી કબજિયાથી રાહત મેળવી શકાય છે. આ ઉપરાંત પાનના પત્તા સાથે ફ્લૈક્સીડ, ત્રિફળા અને લીંબુનુ સેવન કરવાથી પણ કબજિયાતની સારવાર કરી શકાય છે. 
 

Share this Story:

Follow Webdunia gujarati