Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

રાઈના નાના દાણામાં છુપાયા છે મોટા ગુણ, કોઢથી પણ મળશે છુટકારો

રાઈના નાના દાણામાં છુપાયા છે મોટા ગુણ, કોઢથી પણ મળશે છુટકારો
, શુક્રવાર, 25 સપ્ટેમ્બર 2015 (09:17 IST)
ખાવાનો સ્વાદ વધારવાનુ કામ કરનારી રાઈ અનેક બીમારીઓને ઠીક કરવામાં ઉપયોગી છે. જાણો તેના કેટલાક આરોગ્યપ્રદ ફાયદા વિશે.. 
 
- જો ક્યારેક ગભરામણ સાથે બેચેની અને કંપન થાય તો તમરા હાથ અને પગમાં રાઈને વાટીને મસળી લો. તેનાથી રાહત મળશે. ત્વચાના રોગો માટે ખૂબ લાભકારી છે રાઈ. તેમા એવા તત્વ જોવા મળે છે જેનાથી ત્વચા સંબંધી સમસ્યાઓ ખતમ થઈ જાય છે. કોઈપણ સ્કિન પ્રોબ્લેમ હોય રાઈ આખી રાત પાણીમાં પલાળી રાખો. સવારે લેપ પ્રભાવિત સ્થાન પર લગાવી દો. 
 
- તાવ આવતા સવારના સમયે 4-5 ગ્રામ રાઈના ચૂરણને મઘ સાથે લેવાથી કફને કારણે થનારો તાવ સારો થઈ જાય છે. કાંચ કે કાંટો વાગતા રાઈને મઘ સાથે મિક્સ કરીને લગાવી દો. બંને આપમેળે જ નીકળી જશે. 
 
- કોઢ(કુષ્ઠ)ના રોગમાં પણ રાઈ લાભકારી છે. આ રોગમાં વાટેલી રાઈના 8 ગણા બમણા ગાયના જૂના ઘી માં મિક્સ કરીને લગાવવાથી થોડાક જ દિવસોમાં રોગ ઠીક થઈ જાય છે. વાળ ખરવા અને ડૈડ્રફ જેવી સમસ્યાઓમાં રાઈનો લેપ ફાયદાકારી છે. આ લેપ માથા પર લગાવવાથી ફોલ્લીઓ-ગુંમડા ઠીક થઈ જાય છે.  
 
- રાઈ વાટીને તેમા કપૂર મિક્સ કરી સાંધા પર માલિશ કરવાથી આમ્રવાત અને સાંધાના દુ:ખાવામાં ફાયદો થાય છે. રાઈનુ તેલ કુણું% કરી બે ત્રણ ટીપા કાનમાં નાખવાથી દુ:ખાવો દૂર થાય છે.  બહેરાશની સારવારમાં પણ રાઈ અસરદાર છે. આધાશીશીનો દુખાવો હોય તો રાઈને ઝીણી વાટીને દુખાવાના સ્થાન પર લગાવવાથી તરત જ આરામ મળે છે. 

Share this Story:

Follow Webdunia gujarati