Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Kismis Benefits - નિયમિત કિસમિસ ખાવાના સ્વાસ્થ્યવર્ધક લાભ

Kismis Benefits - નિયમિત કિસમિસ ખાવાના સ્વાસ્થ્યવર્ધક લાભ
, બુધવાર, 27 એપ્રિલ 2016 (15:08 IST)
વજન વધારવામાં ઉપયોગી - જે લોકો પોતાનુ વજન વધારવા વિશે વિચારી રહ્યા છે. તેમને બતાવી દઈએ કે કિસમિસ તેમને માટે ખૂબ લાભકારી છે. કિસમિસમાં ભરપૂર પ્રમાણમાં ફ્રુક્ટોઝ અને ગ્લુકોઝ જોવા મળે છે. જે એનર્જી આપવ સાથે સાથે વજન વધારવામાં પણ મદદગાર કરે છે. જો તમે યોગ્ય રીતે વજન વધારવા માંગો છો તો રાહ જોયા વગર આજથી જ કિસમિસ ખાવી શરૂ કરી દો. 
 
એનીમિયા - કિસમિસમાં ખૂબ પ્રમાણમાં આયરન હોય છે જે એનીમિયા સામે લડવાની શક્તિ ધરાવે છે. ઉલ્લેખનીય છે કે લોહી બનાવવા માટે વિટામીન બી કોમપ્લેક્સની જરૂર પડે છે અને કિસમિસ આ કમી પૂરી કરે છે. આ ઉપરાંત તેમા રહેલ કૉપર પણ લોહીમાં લાલ રક્ત કોશિકાને બનાવવામાં મદદ કરે છે. 
 
તાવને ઠીક કરે - તમે જોયુ હશે કે જ્યારે કોઈને તાવ આવે છે તો તેને કિશમિશ ખાવાની સલાહ આપવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે કિશમિશમાં રહેલ ફિનૉલિક પાયથોન્યૂટ્રિયંટ જે જર્મીસાઈડલ એંટી બૉયટિક અને એંટી ઑક્સીડેંટ તત્વોને કારણે ઓળખાય છે. તે વાયરલ અને બૈક્ટીરિયલ ઈંફેક્શનથી લડીને તાવને જલ્દી ઠીક કરી નાખે છે. 
 
પાચન તંત્ર સુધારે - રોજ કિસમિસનુ સેવન કરવાથી તમારો હાજમો ઠીક રહે છે અને પાચન તંત્ર પણ સુચારુ રૂપે કાર્ય કરે છે. કિશમિશ લૈક્સટિવના રૂપમાં કાર્ય કરે છે.  આ પેટમાં જઈને પાણીને શોષી લે છે. જેના ફળસ્વરૂપ કબજિયાતથી રાહત મળે છે.  કિશમિશમાં જોવા મળતા ફાઈબર ગૈસ્ટ્રોઈન્ટેસ્ટિનલ માર્ગથી વિષાક્ત અને અપશિષ્ટ પદાર્થોને બહાર કાઢવમાં મદદ કરે છે. 
 
આંખો માટે ફાયદાકારી - કિસમિસમાં વિટામિન એ, એ-કૈરોટીનૉઈડ અને એ-બીટા કૈરોટીન રહેલુ હોય છે. જે આંખોને ફ્રી રૈડિકલ્સ સામે લડવામાં મદદ કરે છે. તેમા એંટી ઑક્સીડેંટ ગુણ પણ જોવા મળે છે. કિશમિશ ખાવાથી મોતિયાબિંદ વય વધવાને કારણે આંખોમાં થનારી નબળાઈ, મસલ્સ ડૈમેજ વગેરે થતા નથી. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Gujarati Suvichar