શિયાળાની ઋતુમાં મોટેભાગે લોકોનુ નાક બંધ અને ખાંસી થવા માંડે છે. આવામાં કોરોનાના આ સમયમાં આપણી ઈમ્યુન સિસ્ટમની આપણે થોડી એકસ્ટ્રા કેયર કરી રહ્યા છે. એવામાં જો શિયાળાની ઋતુ માં શરદી થઈ જાય તો કોઈ જલ્દી ઠીક થવાની કોશિશ કરે છે. આવામાં દાદી-નાની દ્વારા બતાવેલ ઘરેલુ ઉપાય તમને ખૂબ કામ આવી શકે છે. સાથે જ ઘરમાં એક એવો નુસખો છે જે સ્વાદમાં ખૂબ ટેસ્ટી પણ હોય છે. આ ઉપાયને તમે નાના બાળકોથી લઈને મોટેરાઓ સુધી આપી શકો છો. ચાલો જાણીએ તેને બનાવવાની રીત અને ફાયદા
શુ જોઈએ
આને બનાવવા માટે તમને આદુ, દેશી ઘી અને ગોળની જરૂર પડશે. તેને બનાવવા મા ટે જો પાવડર ગોળનો ઉપયોગ કરશો તો સારુ રહેશે.
કેવી રીતે બનાવશો
જો તમે આ એક વ્યક્તિ માટે બનાવી રહ્યા છો તો તમે તેને ચમચીમાં પણ બનાવી શકો છો. આ માટે સૌ પહેલા એક ચમચીમાં દેશી ઘી લો અને તેમા છીણેલુ આદુ નાખો. પછી તેને ધીમા ગેસ પર પકવો અને 30 સેકંડ પછી તેમા ગોળ મિક્સ કરો. સારી રીતે મિક્સ કરો અને 30 સેકંડસ માટે પકવો. એક બીજી વાડકીમાં નાખો અને પીવો.
શુ છે તેના ફાયદા
ગોળમાં ગરમી હોય છે. જે મોસમી ખાંસી અને શિયાળા માટે પ્રભાવી છે. આ ઈમ્યુનિટીને પણ વધારે છે અને શરીરના તાપમાનને પણ નિયંત્રિત કરે છે.
આદુ - આદુને કાચા કે કાચાપાક રૂપમાં સેવન કરવાથી ગળાની ખરાશ અને દુખાવામાં રાહત મેળવવામાં મદદ મળે છે. વિશેષજ્ઞો મુજબ આદુના એંટી ઈફ્લામેટરી ગુણ સોજાથી રાહત આપીને ગળાની ખરાશને શાંત કરવામાં મદદ કરે છે. આદુ શરીરમાં પ્રો ઈફ્લેમેટરી પ્રોટીનને રોકે છે. જેનાથી ગળામાં દુખાવો અને ખંજવાળ થાય છે.
ઘી - ગરમ ઘી ગળામાં ખાંસીને ઘટાડવામાં મદદ કરે છે. આયુર્વેદ ઘી ને બંધ નાક, ખાંસી અને શિયાળા માટે એક સારો ઉપાય માને છે.
વિશેષ નોંધ - જ્યારે તમે આ નુસ્ખાને અપનાવો છો તો ઓછામાં ઓછા 25 થી 30 મિનિટ સુધી પાણી ન પીશો.