Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

બીપી ઓછું થતા જ તરત જ કરો આ 5 કામ, હમેશા બીપી રહેશે નોર્મલ

બીપી ઓછું થતા જ તરત જ કરો આ 5 કામ, હમેશા બીપી રહેશે નોર્મલ
, સોમવાર, 1 જૂન 2015 (16:06 IST)
જો ઘરમાં કોઈનું  બલ્ડ પ્રેશર ઓછુ હોય તો કેટલાક ઉપાયો કરવાથી ફરી ક્યારેય બીપી લો નહી થાય... 
 
મીઠાનું પાણી - પાણી પીવાથી બ્લ્ડ પ્રેશર સામાન્ય થઈ જાય છે. મીઠું સોડિયમ હોવાથી બ્લ્ડ પ્રેશર વધે છે. ધ્યાન રાખો કે મીઠાની માત્રા એટલી પણ ન હોય કે તેનાથી સ્વાસ્થ્ય ગડબડ થઈ જાય. ખૂબ વધારે માત્રામાં મીઠું આરોગ્ય માટે લાભકારી હોય છે. ઓછા બ્લ્ડ પ્રેશરમાં એક ગિલાસ પાણીમાં ડોઢ ચમચી મીઠું નાખી પીવડાવી દો. 
 
કૉફી- હોટ ચોકલેટ , કોલા અને કેફિન યુક્ત ખાદ્ય પદાર્થ ઓછા રક્તચાપમાં ખવડાવવાથી બ્લડ પ્રેશર તરત જ સામાન્ય થઈ જાય છે. જો તમને હમેશા નિમ્ન રક્તચાપ રહે છે તો તમારે રોજ સવારે એક કપ કૉફી પીવી જોઈએ પણ સાથે કઈક ખાવું. પણ આને ટેવમાં શામેલ ન કરો. કારણ કે વધારે કેફીનના નુકશાન પણ હોય છે. 
 
દ્રાક્ષ -દ્રાક્ષને પારંપરિક આયુર્વેદિક દવાના રૂપમાં જોવાય છે. બીપી ઓછુ  થતા જ   દ્રાક્ષ ખાવી લાભકારી હોય છે. રાત્રે 30 થી 40 દ્રાક્ષ પલાળી મુકો  અને સવારે ખાલી પેટ ખાઈ લો. જે પાણીમાં દ્રાક્ષ પલાળી હતી તે પાણી પણ પી શકો છો. મહીનામાં એક વાર આવું કરી શકો છો. તમે ચાહો તો એક ગ્લાસ દૂધમાં 4-5 બદામ, 15-20 દ્રાક્ષ નાખીને પણ ખાઈ શકો છો. 
 
તુલસી - તુલસી ઓછા થતા બીપીને સામાન્ય કરવામાં મદદગાર છે. એમાં વિટામિન સી પોટેશિયમ મેગ્નેશીયમ જેવા ઘણા તત્વો મળે છે જે મગજને સંતુલિત કરે છે અને તનાવ દૂર કરે છે જ્યુસમાં 10 -15 તુલસીના પાન નાખો. એક ચમચી મધ નાખો  અને દરરોજ ખાલી પેટ પીઓ. 
 
લેમન જ્યુસ- લેમન જ્યુસ આમ તો બીપીમાં ખૂબ લાભકારી છે.  આનાથી શરીરને એનર્જી મળે છે સાથે જ લીવર પણ યોગ્ય રીતે કામ કરે છે. 

Share this Story:

Follow Webdunia gujarati