કિડનીમાં પથરી કે સ્ટોનનુ દુખાવો સહન કરવો ખૂબ મુશ્કેલ હોય છે. કોઈ પણ વ્યક્તિ આ દુખાવાને વધુ સમય સુધી સહન નથી કરી શકતુ. તેથી અનેક ડોક્ટર દવાઓ દ્વારા તેને મૂત્ર માર્ગથી બહાર કાઢવાનો પ્રયત્ન કરે છે. જો પથરી વધુ મોટી હોય તો ડોક્ટરને ઓપરેશન કરવુ પડે છે જો તમે પણ કિડનીના સ્ટોનના દુખાવાથી પરેશાન છો તો કેટલાક ઘરેલુ ઉપાય અપનાવીને કિડની સ્ટોનમાંથી રાહત મેળવી શકો છો.
- લીંબુ અને ઓલિવ ઓઈલ
લીંબુનો રસ 1/4 કપ કાઢીને તેમા એટલુ જ ઓલિવ ઓઈલ મિક્સ કરી તેનુ સેવન કર્યા બાદ પાણી પીવુ જોઈએ. દિવસમાં બે વાર આવુ કરવાથી કિડની સ્ટોનમાંથી મુક્તિ મેળવી શકાય છે.
- પાણી
કિડની સ્ટોનની સમસ્યામાંથી છુટકારો મેળવવા માટે દિવસમાં ઓછામાં ઓછા 10 ગ્લાસ પાણી જરૂર પીવુ જોઈએ. વધુ પાણી પીવાથી કિડનીમાંથી સ્ટોન યુરીન દ્વારા બહાર નીકળી જાય છે.
- દાડમ
ફળોનું સેવન કરવુ આપણી હેલ્થ માટે લાભકારી હોય છે. પણ સ્ટોનની સમસ્યા થતા દાડમ કે દાડમનુ જ્યુસ પીવાથી સ્ટોનમાંથી છુટકારો મેળવી શકાય છે.
- અજમો
અજમાનુ સેવન કરવાથી પેટ સંબંધી અનેક રોગોમાંથી છુટકારો મેળવી શકાય છે. પણ કિડનીમાં પથરી થઈ હોય ત્યારે પણ આનુ સેવન કરી શકાય છે.
- તુલસીના પાન
તુલસીના પાનનું સેવન કરવાથી કિડનીના સ્ટોનમાંથી છુટકારો મેળવી શકાય છે. તુલસીન પાનને ચાવવા.. તુલસીની ચા બનાવીને પીવી.. તુલસીના રસમાં મઘ ભેળવીને પીવાથી સ્ટોનમાંથી રાહત મળે છે.
- કેલ્શિયમથી ભરપૂર ભોજન
કિડનીમાં સ્ટોનની સમસ્યામાંથી રાહત મેળવવા માટે કેલ્શિયમ યુક્ત ભોજનનુ સેવન કરવુ જોઈએ. જે સ્ટોનને તોડીને બહાર કાઢવામાં મદદ કરે છે. દૂધ, માખણ, તરબૂચનુ સેવન કરવુ લાભકારી સાબિત થઈ શકે છે.