Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

મુસાફરીમાં ઉલ્ટી કે ઉબકા આવતા હોય તો અપનાવો આ Tips

મુસાફરીમાં ઉલ્ટી કે ઉબકા આવતા હોય તો અપનાવો આ Tips
, બુધવાર, 26 ઑક્ટોબર 2016 (15:09 IST)
અનેક લોકોને ફરવાનો ખૂબ શોખ હોય છે. પણ સફર દરમિયાન ઉલ્ટીઓ આવવાથી ઘણા લોકોને પોતાના આ શોખને પૂરી નથી કરી શકતા. સફર દરમિયાન ઉલ્ટીઓ અને માથાનો દુખાવાથી આપણે યાત્રાની પુરી મજા નથી લઈ શકતા.  શુ તમારી સાથે પણ આવુ જ થાય છે. જો હા તો આજે અમે તમને કેટલાક એવા ઉપાયો બતાવીશુ જેનાથી તમે આ સમસ્યાથી મુક્તિ મેળવી શકો છો. 
 
1. આદુ - યાત્રા દરમિયાન ઉલ્ટી કે ઉબકા આવતા આદુની ગોળીઓ, ટોફી કે આદુની ચાનુ સેવન કરો. તેનાથી તમને ઉલ્ટી નહી થાય. 
 
2. મિંટનુ તેલ - રૂમાલ પર મિંટના તેલના કેટલાક ટીપા છાંટો અને યાત્રા દરમિયાન તેને સૂંધતા રહો. આ ઉપરાંત તમે મિંટની ચા પણ પી શકો છો.   તેનાથી ખૂબ આરામ મળશે. 
 
3. મ્યુઝિક સાંભળો - કેટલાક લોકો યાત્રા કરતી વખતે કંઈ ને કંઈ વાચતા કે લખતા રહે છે. આવુ બિલકુલ ન કરો. તેના કરતા સારુ રહેશે કે તમે ગીત સાંભળો. 
 
4. તાજી હવા - ટ્રાવેલ કરતી વખતે માથાને પાછળ મુકીને આરામની મુદ્રામાં બેસો. બારી પાસે બેસો તેનાથી તમને તાજી હવા મળશે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

દિવાળી નિમિત્તે EMRI 108 દ્વારા આપવામાં આવેલ આ સૂચનો ધ્યાનમાં રાખો