Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Health Tips - ઔષધીય ગુણ

Health Tips -  ઔષધીય ગુણ
, મંગળવાર, 28 ઑક્ટોબર 2014 (14:24 IST)
પાન મુખની દુર્ગંધથી બચાવે છે,દાંતોમાં કીડા નહી લાગતા ,ભૂખ વધાવે છે અને ભોજન પચાવે છે અને મસૂડા મજબૂત રાખે છે. પાનના પાંદડાના રસ આયુર્વેદિક દ દવા બનાવવામાં પણ કામ આવે છે. 
 
પાનના પાંદડા
 
કોઈને શ્વાસ લેતા તકલીફ થઈ રહી હોય તો પાનના પાંદડાને સરસોના તેલમાં ગર્મ કરી અને છાતી પર રાખો. ખાંસી અને શ્વાસની પરેશાનીમાં આરામ મળશે. 
 
પાનના ડૂંઠા સરસોના તેલમાં ઉકાળી લો , આ તેળને છાતી અને ગળા પર લગાવવાથી શ્વાસની તકલીફ દૂર થાય છે. 
 
પાનના રસ 
 
સાધારણ ઘા થયાં હોય તો પાનનો રસ ત્યાં લગાવો. અને પાનને ઘા ઉપર બાંધી પટ્ટી કરો. દિવસમાં બે વાર આવું કરવાથી આરામ મળે છે. 
 
ફોડા-ફોલ્લી
 
ફોલીઓ થતાં પાનના પાંદડાને ધીમાં તાપે શેકી લો. તેને એરંડાના તેલ લગાવી અને ફોલ્લાઓ ઉપર બાંધી લો. દિવસમાં ત્રણ-ચાર વાર આવું કરો. લાભ થશે. 
 
માથાના દુ:ખાવા 
પાનને વાટીને દુ:ખાવાની જ્ગ્યાએ લેપ કરવો જોઈએ. 
 
કમરનો દુ:ખાવા  
પાનના પાંદડાને તેલમાં ગર્મ કરી તે તેલની માલિશ કરો ,રાહત મળશે. 
 
નાડીઓમાં દુ:ખાવા 
પાનના રસ કાઢી મધમાં મિક્સ કરી બે વાર પીવું .
 
મૂત્ર ઓછો આવવું 
મૂત્ર ઓછા આવતા પાનના પાંદડાનો રસ દૂધમાં મિક્સ કરી પીવો જોઈએ. 
 
 
 
 
 
 

Share this Story:

Follow Webdunia gujarati