Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Health Plus - સવારે ખાલી પેટ ખાવ અંકુરિત ચણા, બીમારીઓ પાસે નહી ફરકે, વાંચો આ 7 Tips

Health Plus - સવારે ખાલી પેટ ખાવ અંકુરિત ચણા,  બીમારીઓ પાસે નહી ફરકે, વાંચો આ 7 Tips
, મંગળવાર, 11 જુલાઈ 2017 (10:17 IST)
સવાર-સવારે ખાલી પેટ અંકુરિત ચાણાનું સેવન કરવુ ખૂબ  લાભપ્રદ હોય છે. શરીર તંદુરસ્ત રહે છે. બીમારીઓ નિકટ ફરકતી નથી. અંકુરિત ચણાને આખા કે વાટીને ખાડ અને પાણી સાથે ઉપયોગ કરવાથી શરીરમાં પ્રોટીનની માત્રા કાયમ રહે છે. સાથે જ માંસપેશીયો પણ મજબૂત થાય છે. આયુર્વેદના માહિતગાર જણાવે છે કે અંકુરિત ચણાને કોઈપણ રૂપમાં વાપરવા લાભકારી હોય છે. સલાદના રૂપમાં પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે. તેમા પ્રોટીન વિટામિન અને ફાઈબરની માત્રા તનાવને દૂર કરે છે. 
 
આ છે અંકુરિત ચણાના 7 ફાયદા 
1. ચણામાં ફાઈબરની માત્રા વધુ રહે છે. પલાળીને ખાવાથી પેટ કે કબજિયાત સંબંધી સમસ્યા દૂર થાય છે 
2. જો યૂરિનની સમસ્યા હોય વારેઘડીએ પેશાબ આવે તો ચણા ખૂબ લાભકારી છે. 
3. ખાલી પેટ ચણા ખાવાથી શરીરમાં ગ્લુકોઝની અતિરિક્ત માત્રા બનતી નથી. ડાયાબિટીસને કંટ્રોલમાં રાખે છે. 
4. માનસિક તનાવ અને ઉન્માદમાંથી પસાર થઈ રહેલ લોકો માટે ચણા ખૂબ જ લાભકારી હોય છે. 
5. સવારે વાટીને ચણા કે પાણી મિક્સ કરીને પીવાથી માનસિક તણાવ દૂર થાય છે. 
6. કમળાના રોગીઓ માટે ચણાનુ સેવન કરતા રહેવુ જોઈએ  તેનાથી ખૂબ લાભ થય છે. 
 
7. અંકુરિત ચણાને મગ સાથે મિક્સ કરીને ખાવાથી પ્રોટીનની માત્રા વધે છે. અંકુરિત ચણા ખાવાથી તેનો પોષક તત્વોનો બમણો લાભ થાય છે. અંકુરિત ચણાનુ સેવન નિયમિત કરવાથી થાકની સમસ્યા કાયમ માટે દૂર થાય છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Health Tips - ઝડપથી વજન ઉતારવા માટેની ટિપ્સ