Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ઘરેલુ ઉપચાર :મશરૂમ ખાવાથી આરોગ્યની આ 6 તકલીફોથી રહેશો દૂર

ઘરેલુ ઉપચાર :મશરૂમ ખાવાથી આરોગ્યની આ 6 તકલીફોથી રહેશો દૂર
મશરૂમ ખાવામાં સ્વાદિષ્ટ હોવાની સાથે સાથે આરોગ્ય માટે પણ ખૂબ લાભકારી હોય છે. આમ તો મશરૂમનુ શાક દરેકને ભાવે છે પણ કદાચ કોઈ તેના ફાયદા જાણતુ નહી હોય. એંટી ઓક્સીડેંટ્સ, પ્રોટીન, વિટામિન ડી, સેલેનિયમ અને જિંકથી ભરપૂર મશરૂમનો ઉપયોગ અનેક દવાઓ બનાવવા માટે કરવામાં આવે છે. તેમા રહેલા પોષક તત્વ તમારા શરીરને અનેક ખતરનાક બીમારીઓથી બચાવી રાખે છે.  આ ઉપરાંત તેનુસ એવન ઈમ્યૂન સિસ્ટમને પણ મજબૂત બનાવે છે આવો જાણીએ અનેક ગુણોથી ભરપૂર મશરૂમનુ સેવન કરવાથી તમે કંઈ બીમારીઓથી બચી શકો છો. 

1. રોગપ્રતિકારક ક્ષમતા- મશરૂમમાં રહેલા એન્ટી ઓક્સીડેન્ટ આપણને ફ્રી રેડીકલ્સથી બચાવે છે. તે ખાવાથી શરીરમાં એન્ટીવાઇરલ અને અન્ય પ્રોટીનની માત્રા વધે છે જે કોશિકાઓને રીપેર કરે છે. આ એક પ્રાકૃતિક એન્ટીબાયોટિક છે જે માઇક્રોબાયલ અને અન્ય ફંગલ ઇન્ફેક્શનને સાજુ કરે છે.

2. કેન્સર - તે પ્રોટેસ્ટ અને બ્રેસ્ટ કેન્સરથી પણ બચાવે છે. તેમાં બીટા ગ્લુકન અને કંજુગેટેડ લાઇનોલિક એસિડ હોય છે જે એક એન્ટી કાર્સિનોજેનિક પ્રભાવ છોડે છે. તે કેન્સરના પ્રભાવને ઓછું કરે છે.

3. હૃદય રોગ - મશરૂમમાં હાઇ ન્યુટ્રિઅન્ટ્સ હોય છે માટે તે હૃદય માટે સારું છે. તેમાં કેટલાંક પ્રકારના એન્ઝાઇમ અને રેસા હોય છે જે કોલેસ્ટ્રોલનું સ્તર ઓછું કરે છે.

4. ડાયાબીટિઝ - મશરૂમ એ બધુ આપશે જે ડાયાબીટિઝના રોગીને જરૂરી હોય છે. તેમાં વિટામિન મિનરલ અને ફાઇબર હોય છે. સાથે તેમાં ફેટ, કાર્બોહાઇડ્રેટ અને શુગર પણ નથી હોતું જે ડાયાબીટિઝના રોગી માટે જીવલેણ હોય છે. તે શરીરમાં ઇન્સ્યુલિન બનાવે છે.

5. સ્થૂળતા - તેમાં લીન પ્રોટીન હોય છે જે વજન ઘટાડવામાં બહુ કારગર હોય છે. સ્થૂળતા ઓછી કરવા ઇચ્છનારાને પ્રોટીન ડાયટ પર રહેવાનું કહેવામાં આવે છે જેમાં મશરૂમ ખાવું એ સારું ગણાય છે.

6. મેટાબોલિઝ્મ - મશરૂમમાં વિટામિન બી હોય છે જે ભોજનને ગ્લુકોઝમાં ફેરવીને ઊર્જા પેદા કરે છે. વિટામિન બી2 અને બી3 આ કાર્ય માટે ઉત્તમ છે.

હવે જો મશરૂમના આટલાં બધા સ્વાસ્થ્યવર્ધક લાભો હોય તો તે ન ખાવાનો તો કોઇ પ્રશ્ન જ નથી ઉદ્દભવતોને!

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ઈંડિયન સ્ટાઈલમાં બનાવો - મશરૂમ કરી