Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

લસણની એક કળી રોજ ખાવ અને પછી જુઓ આ કમાલ..

લસણની એક કળી રોજ ખાવ અને પછી જુઓ આ કમાલ..
નવી દિલ્હી. , ગુરુવાર, 5 ફેબ્રુઆરી 2015 (10:40 IST)
લસણ ગુણોથી ભરપુર ભારતીય શાકભાજીનો સ્વાદ વધારનારો એવો પદાર્થ છે જે લગભગ દરેક ઘરમાં ઉપયોગમાં લેવાય છે. મોટાભાગના લોકો તેને ફક્ત મસાલાની સાથે ભોજનમાં જ વાપરે છે. પણ આ દવાના રૂપમાં પણ એટલુ ગુણકારી છે. 
 
આની ગંધ ખૂબ જ તીવ્ર અને સ્વાદ તીખો હોય છે. લસણમાં એલિયમ નામનુ એંટીબાયોટિક હોય છે જે અનેક રોગોના બચાવમાં ફાયદાકારી છે. નિયમિત લસણ ખાવાથી બ્લડપ્રેશર ઓછુ કે વધુ થવાની બીમારી નથી રહેતી. ગૈસ્ટિક ટ્રબલ અને એસિડીટેની ફરિયાતમાં આનો પ્રયોગ ખૂબ જ લાભદાયક હોય છે. 
 
જો રોજ નિયમિત રૂપે લસણની પાંચ કળીયો ખાવામાં આવે તો હ્રદય સંબંધી રોગ થવાની શક્યતામાં કમી આવે છે. જેને વાટીને ત્વચા પર લેપ કરવાથી ઝેરીલા જીવના કરડવાથી કે ડંખ મારવાથી થનારી બળતરા ઓછી થાય છે. શરદી અને સળેખમમાં તો આ રામબાણની જેમ કામ કરે છે. લસણ ગઠિયા અને અન્ય સાંધાના રોગમાં પણ ખાવુ ખૂબ જ લાભદાયક છે.  કહેવાય છે કે આનો પ્રયોગ કરનારા મનુષ્યના દાંત, માંસ અને નખ. વાળનો રંગ આછો નથી પડતો. આ પેટના કીટાણું મારે છે અને ખાંસીને દૂર કરે છે.   
 
લસણ કબજિયાત મટાડનારુ અને આંખોના રોગ દૂર કરનારુ માનવામાં આવે છે. લસણની બે કળેયો શેકીને તેમા સફેદ જીરુ અને વરિયાળી, સેંધાલૂણ મિક્સ કરીને ચુરણ બનાવી લો. આનુ સેવન સવારે ખાલી પેટ ગરમ પાણીથી કરો. લસણની ચટણી ખાવી જોઈએ અને લસણને કચડીને પાણીનુ મિશ્રણ બનાવી પીવુ જોઈએ. લસણ ફક્ત ખાવાથી સ્વાદને જ નથી વધારતુ પણ શરીર માટે એક ઔષધીની જેમ પણ કામ કરે છે. તેમ પ્રોટીન, વિટામીન, ખનિજ, લવણ અને ફોસ્ફરસ, આયરન અને વિટામીન એ-બી-સી પણ હોય છે.  

Share this Story:

Follow Webdunia gujarati