Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

મગફળીની અંદર છિપાયો છે આરોગ્યનો ખજાનો

મગફળીની અંદર છિપાયો છે આરોગ્યનો ખજાનો
, સોમવાર, 8 ઑગસ્ટ 2016 (23:39 IST)
શિયાળામાં મિત્રો સાથે બેસીને મગફળી ખાવાની એક અલગ જ મજા છે. સ્વાદ સાથે આરોગ્ય માટે પણ ફાયદાકારી છે. તેને સસ્તી બદામ પણ કહેવામાં આવે છે. કારણ કે તેમા લગભગ એ બધા જ તત્વો જોવા મળે છે જે બદામમાં હોય છે. પણ ખૂબ જ સસ્તી કિમંત પર. મગફલીમાં આરોગ્યનો ખજાનો છિપાયો છે. તેમા પર્યાપ્ત માત્રામાં પ્રોટીન, આયરન, કેલ્શિયમ અને  જિંક જોવા મળે છે. જો તમે કોઈપણ કારણસર દૂધ નથી પીતા તો વિશ્વાસ કરો કે મગફળીનુ સેવન તેનો એક સારો વિકલ્પ છે.  આ શારીરિક વૃદ્ધિમાં પણ સહાયક છે. 
 
રોજ મગફળી ખાવાના અનેક એવા ફાયદા હોય છેજે ખાનારાઓને પણ નથી ખબર હોતા. આવામાં અજાણતા જ કેટલાક એવા લ્દી ફાયદા મળવા લાગે છે.  મગફળી વધતી વય, રંગમાં ફીકાપણુ જેવી સમસ્યાઓ સામે લડવાની સાથે સાથે ત્વચાને મુલાયમ બનાવી રાખે છે. 
 
1. પેટની સમસ્યાઓમાંથી રાહત - મગફળીમાં કેટલાક એવા તત્વ વર્તમાન હોય છે. જે પેટ સાથે જોડાયેલ અનેક સમસ્યાઓમાં રાહત આપવાનુ કામ કરે છે. તેના નિયમિત સેવનથી કબજિયાતની સમસ્યા દૂર થાય છે. આ પાચન ક્રિયાને પણ સારી રાખવામાં મદદગાર છે સાથે જ તેના સેવનથી ગેસ અને એસીડિટીની સમસ્યામાંથી રાતો મળે જ છે. પેટના કેંસરની શક્યતા પણ ઓછી થાય છે.
webdunia


2. ફેફડા બનાવે મજબૂત - તમે સાંભળ્યુ હશે કે વધુ મગફળી ખાવાથી ગળુ ખરાબ થાય છે પણ સત્ય તો એ છે કે મગફળી ખાંસી રોકવામાં પણ ઉપયોગી છે. તેના નિયમિત સેવનથી ફેંફડાને મજબૂતી મળે છે. પાચન શક્તિને વધારે છે અને ભૂખ ન લાગવાની સમસ્ય પણ દૂર થાય છે.  
 
3. તાકત વધારે - મગફળીમાં પ્રોટીન પણ સારી માત્રામાં હોય છે. જેનાથી તાકત મળે છે. જે શરીરના વિકાસ માટે ખૂબ જરૂરી છે. આવામાં ફક્ત બાળકોને જ નહી પણ બોડી બિલ્ડિંગના શૌકીન યુવાઓ માટે પણ મગફળી ખાવી ફાયદાકારી છે. 
 
4. ગર્ભવતી મહિલાઓ માટે - ગર્ભવતી મહિલાઓ માટે મગફળી ખાવી ખૂબ હિતકારી છે. તેનાથી ગર્ભમાં ઉછરી રહેલ બાળકોનો વિકાસ સારી રીતે થાય છે. 
 


webdunia

5. ત્વચા બનાવો કોમળ - અનેક લોકો મગફળીના પેસ્ટનો ઉપયોગ ફેસપેકના રૂપમાં પણ કરે છે. મગફળીમાં રહેલ ઓમેગા 6 ત્વચાને પણ કોમળ અને મુલાયમ રાખે છે.  
 
6. દિલને રકહે સ્ટ્રોંગ - મગફળી કોલેસ્ટ્રોલની માત્રાને નિયંત્રિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. અઠવાડિયમાં પાંચ દિવસ મગફળીના કેટલાક દાણા ખાવાથી દિલની બીમારીઓ થવાનુ સંકટ ઓછી થાય છે. 
 
7. લોહી બનાવવામાં સહાયક - મગફળીમાં ભરપૂર માત્રામાં આયરન જોવા મળે છે. જે લોહી બનાવવામાં સહાયક છે. તેના નિયમિત સેવનથી લોહીની કમી થતી નથી અને બ્લડમાં શુગરનુ સ્તર નિયંત્રણમાં રહે છે. 
 
8. સ્કિન બનાવે યુવા - વધતી વયના લક્ષણોને રોકવા માટે પણ મગફળીનુ સેવન કરવામાં આવે છે. તેમા પ્રોટીન, વસા, ફાયબર, ખનિજ, વિટામીન અને એંટીઓક્સીડેંટ ભરપૂર માત્રામાં જોવા મળે છે. તેથી તેનુ સેવન કરવાથી સ્કિન યુવા દેખાય છે. 
 
webdunia
nuts


9. હાડકાં બનાવે મજબૂત - મગફળીમાં પૂરતા પ્રમાણમાં કેલ્શિયમ અને વિટામીન ડી જોવા મળે છે. તેના સેવનથી હાડકા મજબૂત બને છે.  
 
10. હાર્મોંસ - એવુ કહેવાય છે કે રોજ થોડા પ્રમાણમાં મગફળી ખાવાથી મહિલાઓ અને પુરૂષોમાં હાર્મોંસનું સંતુલન કાયમ રહે છે. 
 
11. સ્કિન પ્રોબ્લેમ્સ રાખે દૂર - મગફળીના આશ્ચર્યજનક ગુણોમાં ક્રોનિક ત્વચા સંબંધી બીમારીઓ જેવી કે એક્ઝીમા અને સોરાઈસિસની પણ સારવાર શક્ય છે. તેમા જોવા મળતા ફેટી એસિડથી સોજો અને ત્વચામાં થનારા લાલાશ પણ ઓછી થાય છે. 
 
12. વિષાદથી અપાવે છુટકારો - મગફળીમાં એમિનો એસિડ રહેલુ છે. જે લોકોમાં વિષાદ હોય છે તેમને માટે મગફળીનુ સેવન ખૂબ લાભકારી છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

રાજસ્થાની બેસનવાળા મરચા