Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

નાનકડા ફુદીનાના 7 મોટા ફાયદા

નાનકડા ફુદીનાના 7 મોટા ફાયદા
, સોમવાર, 1 ઑગસ્ટ 2016 (12:23 IST)
ભોજનનો સ્વાદ વધારવા માટે ફુદીનાનો ઉપયોગ કરવામાં આવે છે. પણ આ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ગુણકારી માનવામાં આવે છે. તેમા વિટામિન એ ની માત્રા જોવા મળે છે. જે આપણને અનેક બીમારીઓથી બચાવે છે. આજે અમે તમને ફુદીનાના પાનથી થનારા અનેક ગુણો વિશે બતાવીશુ. 
 
1. મોઢાની દુર્ગંધ અને દાંતોનો દુ:ખાવો  -  ફુદીનાના સૂક પાનનું ચૂરણ મોઢામાંથી દુર્ગંધને દૂર અને દાંતોના દુખાવાથી છુટકારો અપાવે છે.  
webdunia













2. ખીલ માટે લાભદાયક -  ફુદીનાના પાનને વાટીને ચેહરા પર લગાવો અને પછી ઠંડા પાણીથી ચેહરો ધોઈ લો. તેનાથી ફેસ એકદમ સાફ થઈ જાય છે. 
 
3. બ્લડ પ્રેશર કંટ્રોલ - હાઈ બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવા માટે ખાંડ વગર અને મીઠી નાખીને ફુદીનાનુ સેવન કરો. 


webdunia











4. શરદી અને ખાંસી માટે લાભકારી -  ફેફ્સામાં જામેલ કફને શરીરમાંથી બહાર કાઢવા માટે ફુદીનો કામ આવે છે. ફુદીનાને સુકાવીને તેનુ બારીક ચૂરણ બનાવી લો. આ માટે તેને દિવસમાં 2 વાર પાણી સાથે લો. 
 
5. જખમ  - ફુદીનાઓ રસ  કોઈપણ પ્રકારના જખમ પર લગાવવાથી જખમ જલ્દી ભરાય જાય છે. જો જખમમાંથી દુર્ગંધ આવી રહી છે તો તેના પાનનો લેપ બનાવીને લગાવો. 
webdunia











6. હિચકી હટાવે - ફુદીનાનો રસ પીવાથી હિચકીને ઓછી કરી શકાય છે. જો હિચકી બંધ ન થાય તો લીંબૂનો રસ મિક્સ કરીને સાથે તેનુ સેવન કરો. 
 
7. પીરિયડ્સ પ્રોબ્લેમ - જો કોઈ યુવતીને પીરિયડ્સને યોગ્ય સમય પર નથી આવતો તો ફુદીનાના સૂકા પાનનું ચૂરણ બનાવીને તેને મધ સાથે લેવાથી આ બીમારીને દૂર કરી શકાય છે. તેનુ સેવન દિવસમાં 2-3 વાર કરો. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

28 વર્ષની વયે સ્ત્રીઓ બેસ્ટ સેક્સ એંજોય કરે છે