Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

જાણો સવારે ખાલી પેટ પાણી પીવાના અસરકારક ફાયદા(see video)

જાણો સવારે ખાલી પેટ પાણી પીવાના અસરકારક ફાયદા(see video)
, ગુરુવાર, 4 મે 2017 (14:05 IST)
સવારે ખાલી પેટ પાણી પીવાના અનેક ફાયદા છે. જો તમે તમારી બીમારીઓને કાબુમાં કરવા માંગો છો તો રોજ સવારે ઉઠીને પુષ્કળ પાણી પીવો. ખાલી પેટ પાણી પીવાથી પેટની બધી ગંદકી દૂર થઈ જાય છે અને લોહી શુદ્ધ થાય છે. જેનાથી તમારુ શરીર બીમારીઓથી દૂર રહે છે. આપણુ શરીર 70% પાણીથી જ બનેલુ છે. તેથી પાણી આપણા શરીરને વ્યવસ્થિત ચલાવવા માટે પુષ્કળ હદે જવાબદાર પણ છે. 
 
શુ તમે જાણો છો કે સવારે ખાલી પેટ પાણી પીવાનુ ચલણ ક્યાથી શરૂ થયુ ? આ ચલણ જાપાનના લોકોએ શરૂ કર્યુ હતુ. ત્યાના લોકો સવાર થતા જ બ્રશ કર્યા વગર 4 ગ્લાસ પાણી પી જાય છે. ત્યારબાદ તેઓ અડધો કલાક સુધી કશુ જ ખાતા નથી. બેસ્ટ રિઝલ્ટ મેળવવા માટે તમારે સવારે ઉઠતા જ 1.5 લીટર પાણી જેનો મતલબ હ્હે 5-6 ગ્લાસ પાણી પીવુ જોઈએ. પાણી પીવાના 1 કલાક સુધી કશુ પણ ન ખાશો.  આ ઉપરાંત તમારે એ વાતનું પણ ધ્યાન રાખવુ જોઈએ કે તમે રાત્રે દારૂનું સેવન ન કર્યુ હોય. તો ચાલો આજે જાણીએ ખાલી પેટ પાણી પીવાના ક્યા કયા ફાયદા છે. 
 
ત્વચા ચમકદાર બનાવશે - કહેવાય છેકે પાણી તમારા લોહીના ઘાતક તત્વોને બહાર કાઢે છે. જેનાથી ત્વચા ચમકદાર બને છે. 
નવી કોશિકાઓ બનશે - સવારે સૌથી પહેલા પાણી પીવાથી માંસપેશીયો અને નવી કોશિકાઓનું નિર્માણ થાય છે. 
 
વજન ઘટાડે -  જ્યારે તમે સવારે ઠંડુ પાણી પીવો છો ત્યારે તમારા શરીરનુ મૈટાબૉલિજ્મ 24% સુધી વધી જાય છે જેનાથી તમે જલ્દી જ વેઈટ ઓછુ કરી શકો છો. 
 
પેટ સાફ રાખે - સવારે કશુ પણ ખાતા પહેલા જો તમે પેટ ભરીને પાણી પીવો છો તો તમારુ પેટ સારી રીતે સાફ થશે જેના કારણે તમારું શરીર પોષક તત્વને સહેલાઈથી ગ્રહણ કરી શકશે. 
 
બીમારીઓ દૂર કરે - પાણી પીવાથી ગળાની બીમારી, માસિક ધર્મ, કેંસર, આંખોની બીમારી, ડાયેરિયા, પેશાબ સંબંધિત બીમારી, કિડની, ટીબી, ગઠિયા, માથાનો દુખાવો જેવી બીમારીઓ શરીરમાં દૂર થઈ જશે.  
 
તમારી ભૂખ વધારે -  પીણી પીને જ્યારે તમારુ પેટ સાફ થઈ જાય છે ત્યારે આ રીતે તમને ભૂખ લાગે છે. જેનાથી તમે સવારે સારો બ્રેકફાસ્ટ કરી શકો છો. 
 
લોહી બનાવે - ખાલી પેટ પાણી પીવાથી રેડ બ્લડ સેલ્સ જલ્દી જલ્દી વધવા માંડે છે. 

આવા  જ વીડિયો જોવા માટે સબસ્ક્રાઈબ કરો webduni gujarati on youtube channel સબસ્ક્રાઈબ કરવા માટે youtube પરનો લાલ બટન દબાવો 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

જાણો કેવી રીતે બનાવશો નરમ અને સોફ્ટ ઈડલી