Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

વડનું ઝાડ ઘરેલુ કાર્યો ઉપરાંત સ્વાસ્થ્ય માટે પણ લાભકારી

વડનું ઝાડ ઘરેલુ કાર્યો ઉપરાંત સ્વાસ્થ્ય માટે પણ લાભકારી
, સોમવાર, 6 જુલાઈ 2015 (12:35 IST)
કહેવાય છે કે વડ વૃક્ષમાં ખુદ ભગવાન વિષ્ણુ નિવાસ કરે છે. જે મનોકામના માનવામાં આવે છે તે પૂરી થઈ જાય છે. જે રીતે આ ઝાડમાં લોકોની શ્રદ્ધા છે. એ જ રીતે  આ ઝાડના ફુલો સાથે, પાન સાથે ફળો સાથે પણ અનેક બધી વસ્તુઓ છે જેનાથી  શારીરિક લાભ થય છે.  વડની તાસીર ઠંડી હોય છે જે કફ, પિત્તની સમસ્યાને દૂર કરી રોગોનો નાશ કરે છે. તાવ, સ્ત્રી રોગ સંબંધી સમસ્યાઓ, ઉલ્ટી અને ત્વચાના રોગોમાં વડ વૃક્ષના પાન, જડ અને દૂધનો પ્રયોગ ફાયદાકારી રહે છે. વડનુ દૂધ લગાવવાથી સોજો ઓછી થઈ જાય છે.  વડના દૂધનો લેપ કમર પર કરવાથી દુ:ખાવામાં લાભ થાય છે 
 
પાન પણ છે ઉપયોગી - વડની કૂંપળો ચેહરાની ક્રાંતિ વધારવાનું કામ કરે છે.  વડના જડમાં એંટીઓક્સીડેંટ જોવા મળે છે.    તેની તાજી જડને કચડીને ચેહરા પર લગાવો. કરચલીઓ ઓછી થઈ જશે.  તેના પાનને તવા પર સેકીને સહન કરી શકો એટલા ગરમ પાન ફોલ્લીઓ પર બાંધવાથી લાભ થાય છે.  તેના પાનનો લેપ બનાવીને મધ અને ખાંડ સાથે લેવાથી નકસીર(નાકની ફોલ્લી)ની સમસ્યામાં આરામ મળે છે.  વડના બીજને વાટીને પીવાથી ઉલ્ટી થવાની સમસ્યા દૂર થાય છે.  
 
દૂધ પણ ગુણકારી - જે દાંતમાં સડન લાગી ગઈ હોય ત્યા તેના દૂધમાં પલાળેલુ રૂનો ફુવો મુકવાથી લાભ થાય છે. લગભગ 10 ગ્રામ વડની છાલ, કાથો અને 2 ગ્રામ કાળા મરી ઝીણા વાટીને પાવડર બનાવી લો. આ મંજન કરવાથ્જી દાંત હલવા, દાંતની સડન, દુર્ગંધ દૂર થાય છે. વડનુ દૂધ, ખાંડની સાથે લેવાથી બવાસીરમાં લાભ થાય છે. વડના તાજા કોમળ પાનનો પાવડર બનાવીને ખાવાથી માનસિક ક્ષમતા મજબૂત થાય છે.  કહેવાય છે કે વડ વૃક્ષ મતલબ વડના પાનને પાણીમાં વાટીને તેનો રસ કાઢીને વાળમાં લગાવવાથી જતા રહેલા વાળ પરત આવી શકે છે. વાળને મુલાયમ બનાવવા હોય તો આ રસમાં દહી મિક્સ કરીને વાળમાં લગાવો.

Share this Story:

Follow Webdunia gujarati