Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

હળદરના ઘરેલુ ઉપચાર

હળદરના ઘરેલુ ઉપચાર
N.D
પેટમાં કૃમિ થયા હોય તો 1 ચમચી હળદર પાણી સાથે રોજ સવારે ખાલી પેટે એક અઠવાડિયા સુધી લેવાથી પેટના કૃમિ ખત્મ થઈ જશે. જો તમે ઈચ્છતાં હોય તો આની અંદર થોડુક મીઠુ પણ ભેળવી શકો છો.

ચહેરા પરના ડાઘ અને કરચલીઓને દૂર કરવા માટે હળદર અને કાળા તલને બરાબર માત્રામાં પીસીને પેસ્ટ બનાવીને ચહેરા પર લગાવો. હળદર અને દૂધની પેસ્ટ લગાવવાથી ત્વચાની રંગત નીખરી જશે અને તમારો ચહેરો ખીલેલો ખીલેલો લાગશે.

ઉધરસ આવતી હોય તો હળદરની નાની ગાંઠ મોઢામાં રાખીને ચુસો.

ત્વચા પરથી નકામા વાળને દૂર કરવા માટે હળદરના પાવડરને નવાયા નારિયેળના તેલની અંદર ભેળવીને પેસ્ટ બનાવી લો. હવે આ પેસ્ટને હાથ-પગ પર લગાવી દો. આનાથી ત્વચા મુલાયમ રહે છે અને શરીર પરના નકામા વાળ પણ દૂર થઈ જશે.

મોઢામાં ચાંદા પડી ગયાં હોય તો નવાયા પાણીમાં હળદર ભેળવીને કોગળા કરો અથવા તો ગરમ હળદરને ચાંદા પડ્યાં હોય ત્યાં લગાવો. તેનાથી મોઢાના ચાંદા સરખા થઈ જશે.

ઈજા-મોચ, માંસપેશિઓમાં ખેંચાણ અને અંદરની તરફ ઘા થવા પર હળદરનો લેપ લગાવો અથવા ગરમ દૂધની અંદર હળદર નાંખીને પીવો.

Share this Story:

Follow Webdunia gujarati