Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

લાભ દાયક જડી બુટ્ટી - મધ

લાભ દાયક જડી બુટ્ટી - મધ
N.D
આદુ અને મધનુ મિશ્રણ ખાંસીમાં ઘણુ ફાયદાકારી છે. પાણીની સાથે સવારે ખાલી પેટે મધની બે ચમચી સેવન કરવાથી વજાન ઓછુ કરવામાં મદદ મળે છે. લીંબૂના રસની સાથે મધ શરીરમાં વધુ પડતા વસાને ઓછો કરવામાં મદદ કરે છે. મહત્વપૂર્ણ વાત તો એ છે કે ભોજન પછી બે ચમચી મધ લેવુ વજન વધારવામાં મદદ કરે છે. મધ શરીરના બળેલા ભાગ અને ફોલ્લી પર સંક્રમણ નથી થવા દેતુ. બાળકોને રાત્રે સૂતા પહેલા દૂધ સાથે એક ચમચી મધ આપવાથી તેમને સારી ઉંઘ આવે છે.

એક વાસણમાં ગરમ પાણી લઈને તેમા મધના થોડા ટીપા નાખીને એક ટુવાલથી પોતાના માથાને કવર કરીને વરાળ લેવાથી શરદી અને ફ્લૂમાં ફાયદો થાય છે. જૈતૂનનુ તેલ અને મધની બરાબર માત્રા લઈને તેનાથી વાળની માલિશ કરવામાં આવે. તરત જ નાહીને એક ગરમ ટુવાલથી માથાને કવર કરવામાં આવે, તો આ એક સારા કંડીશનરના રૂપમાં કામ કરે છે. મધ નાના બાળકોના મસૂઢા પર લગાડવામાં આવે તો આ એક સાધારણ ચેતનશૂન્ય કે બેહોશ કરનારી દવાના રૂપમાં કાર્ય કરે છે. આનાથી બાળકોને ઉંધ સારી આવે છે.

Share this Story:

Follow Webdunia gujarati