આરોગ્ય ટિપ્સ - આંખો સૂજી જતી હોય તો આટલુ કરો
પીડાદાયક આંખોને को conjunctivitis ના નામથી પણ ઓળખાય છે. આંખોનુ આ સંક્રમણ ખૂબ જ સામાન્ય છે અને આ કોઈ પણ વયની વ્યક્તિને થઈ શકે ચ હે. આંખના રોગમાં હાલત ખૂબ જ ખરાબ થઈ જાય છે. અહી સુધી કે આઈબોલ પણ ખૂબ વધુ પ્રભાવિત થાય છે. જ્યારે કોઈ વ્યક્તિ સોર આઈસથી પીડિત હોય છે તો આંખો લાલ થઈ જાય છે. ઘણીવાર સોર આઈસના લક્ષણોમાં આંખો લાખ પણ દેખાય છે. આ ઉપરાંત આંખમાં ખંજવાળ પણ આવે છે. આંખો સૂકાય જાય છે અને સુજી પણ જાય છે. આંખ દુ:ખવા પણ માંડે છે. જો કે આંખના આ રોગનો એલોપૈથી ઈલાજ પણ છે જેનથી આંખોની સુજન અને દુ:ખાવો ઓછો કરી શકાય છે. પણ આપ જાણો છો કે સુજી ગયેલી આંખો માટે પ્રાકૃતિક ઈલાજ પણ છે. અહી આપેલા પ્રાકૃતિક ઉપાયો દ્વારા આંખોની સુજન ઓછી કરી શકાય છે. 1.
આંખોની સૂજનથી બચવા માટે આંખો પર હલકો ગરમ સેક કરવો જોઈએ. 2.
આંખો પર ઠંડી કાકડી કે કાકડીના નાના નાના ગોળ પીસ મુકવાથી આરામ મળે છે. 3.
ઘરેલુ ઉપચારમાં સૌથી ઉત્તમ ઉપાય છે કે તમે આંખમાં ગુલાબ જળ નાખો, આનાથી આંખને આરામ મળશે. 4.
આંખને કુણા પાણી કે દૂધથી દિવસમાં 3-4વાર ધોવાથી પણ ફાયદો થાય છે. 5.
આંખોની સુજન દૂર કરવા માટે કાચા આલૂના રસમાં તેલ મિક્સ કરીને આંખો પર લગાવો. 6.
આંખોની સૂજન દૂર કરવા એલોવેરા જેલ ખૂબ જ ઉપયોગી છે. આ માટે તમે એક સૂકા અને સ્વચ્છ કપડાને એલોવેરા જ્યુસમાં ડુબાડી તેનાથી આંખો આંખો લૂછી લો. 7.
એક ચમચી મધમાં આંબળાનો રસ મિક્સ કરી દિવસમાં બે વાર પીવાથી આંખોની સુઅજન ઓછી થાય છે. આનાથી આંખને અન્ય સંક્રમણથી પણ બચાવી શકાય છે. 8.
ગાજર, પાલક જેવી શાકભાજીઓનો રસ દિવસમાં બે વાર પીવો જોઈએ. આ ઉપરાંત આંખોની સાફ-સફાઈનુ પણ ધ્યાન રાખવુ જોઈએ અને આંખોને વારેઘડીએ હાથ ન લગાવવો જોઈએ. આ સાથે જ આંખોને દિવસમાં ચાર પાંચ વખત ઠંડા પાણીથી ધોવી જોઈએ.