Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

આયુર્વેદિક દવા છે લીમડો : કડવા લીમડાનાં મીઠા ગુણ

આયુર્વેદિક દવા છે લીમડો : કડવા લીમડાનાં મીઠા ગુણ
P.R
કડવો લીમડો આયુર્વેદિક દવા છે જેના અનેક સ્વાસ્થ્યવર્ધ ફાયદા છે. લીમડો આપણા શરીર, ત્વચા અને વાળ માટે અત્યંત ગુણકારી છે. તેનો કડવો સ્વાદ ઘણાં લોકોને ખરાબ લાગે છે માટે તેઓ તેને ઇચ્છીને પણ ખાઇ નથી શકતા. પણ જો તેનો રસ બનાવીને પીવામાં આવે તો તમે કલ્પ્યો પણ નહીં હોય તેટલો ફાયદો થશે. જાણીએ ગુણકારી લીમડાના રસના ફાયદા...

લીમડાનો રસ પીવાના ફાયદા -

1. લીમડામાં એન્ટી ઇન્ફ્લેમેન્ટરી તત્વ હોય છે. લીમડાનો અર્ક ખીલમાંથી મુક્તિ અપાવવા માટે બહુ સારો ગણાય છે. આ સીવાય લીમડાનો રસ શરીરનો રંગ નિખારવામાં પણ અસરકારક છે.

2. લીમડાના પાંદડાનો રસ અને મધને 2:1ના માપમાં પીવડાવવાથી કમળામાં ફાયદો થાય છે અને તે કાનમાં નાંખવાથી કાનના વિકારોમાં પણ ફાયદો થાય છે.

3. લીમડાનો રસ પીવાથી શરીરની ગંદકી નીકળી જાય છે. જેનાથી વાળની ગુણવત્તા, ત્વચાની કામુકતા અને પાચન સારું રહે છે.

4. આ સિવાય લીમડાનો રસ ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક છે. જો તમે રોજ લીમડાનો રસ પીશો તો તમારું બ્લડ શુગર લેવલ એકદમ કન્ટ્રોલમાં રહેશે.

5. લીમડાના રસના બે ટીપાં આંખોમાં નાંખવાથી આંખોની રોશની વધે છે.

6. શરીર પર જો ચિકન પોક્સના નિશાન રહી ગયા હોય તો કે સાફ કરવા માટે લીમડાના રસથી મસાજ કરો. આ સિવાય ત્વચા સંબંધી રોગ જેવા કે એક્ઝિમા અને સ્મોલ પોક્સ પણ આ રસ પીવાથી દૂર થઇ જાય છે.

7. લીમડો એક રક્સ-શોધક ઔષધિ છે. તે ખરાબ કોલેસ્ટ્રોને ઓછું કરે છે કે તેનો નાશ કરે છે. લીમડાનું મહિનામાં 10 દિવસ સેવન કરવાથી હાર્ટ અટેકની બીમારી દૂર થઇ શકે છે.

Share this Story:

Follow Webdunia gujarati