Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

શુભ મુહૂર્ત : હોલિકા દહન કરો 23 માર્ચ, ધુળેટી રમો 24 માર્ચના રોજ

શુભ મુહૂર્ત : હોલિકા દહન  કરો 23 માર્ચ, ધુળેટી રમો  24 માર્ચના રોજ
, મંગળવાર, 22 માર્ચ 2016 (10:53 IST)
સદ્મિલન, મિત્રતા, એકતા, દ્વેષ ભાવ ત્યાગીને ગળે મળવાનો રંગારંગ તહેવાર હોળી આવી રહ્યો છે. વિવિધ સંસ્કૃતિયો અને ધર્મોના લોકોને એક સૂત્રમાં બાંધવા અને રાષ્ટ્રીય ભાવના જાગૃત કરવાની દ્રષ્ટિથી આપણા દેશમાં આ તહેવાર શરૂ કરવામાં આવ્યો હતો જેથી બધા વર્ગો, સમુહોના લોકો વિવિધ રંગો અને ઉત્સાહમાં રંગીને બધી ફરિયાદ ભૂલી જાય. પ્રકૃતિ પણ આપણા પૂર્ણ યૌવન પર હોય છે. ફાલ્ગુનનો મહિનો નવજીવનનો સંદેશ આપે છે. આ ઉત્સવ વસંતાગમન અને અન્ન સમૃદ્ધિનો દૂત છે. તેમા જ્યા ધૂધરા અને સેવૈયાની મીઠાસ છે તો બીજી બાજુ રંગોના ફુવ્વારાથી તન મન ખીલી ઉઠે છે.  
 
જ્યા શુદ્ધ પ્રેમ અને સ્નેહના પ્રતિક કૃષ્ણની રાસનો અવસર છે તો બીજી બાજુ દહન, ઉત્તમતા(અચ્છાઈ)નો વિજયની પણ પરિચાયક છે. સામુહિક ગીતો રાસરંગ ઉન્મુક્ત વાતાવરણનુ એક રાષ્ટ્રીય ધાર્મિક અને સાંસ્કૃતિક તહેવાર છે.  આ તહેવાર પર ન તો ચૈત્ર જેવી ગરમી છે ન તો પોષ જેવી ઠંડી ન તો અષાઢ જેવી ભીનાશ ને સાવન જેવી ઝરમર બસ વસંતની વિદાય અને મદ્દમસ્ત ઋતુ છે. આપણા દેશમાં આ સદ્દભાવના પર્વ છે. જેમા આખુ વર્ષ વૈમનસ્ય, વિરોધ, વર્ગીકરણ વગેરે ગુલાલના વાદળોથી ઢંકાય જાય છે.  જેને શાલીનતાથી ઉજવવો જોઈએ અભદ્રતાથી નહી. 
 
હોલિકા-દહનનું મુહૂર્ત 
 
બુધવારે 23 માર્ચના રોજ હોલિકા દહનનુ વિશેષ શુભ સમય સાંજે 4 વાગીને 55 મિનિટથી 5 વાગીને 31 મિનિટ સુધી રહેશે. જ્યારે કે ઉજ્જૈન દિલ્હી ચંડીગઢ હરિયાણા પંજાબ વગેરે સ્થાને આ મુહૂર્ત સાંજે 6 વાગીને 30 મિનિટથી રાત્રે 8 વાગીને 54 મિનિટ સુધી કાઢવામાં આવ્યુ છે.  
 
 પંચાગ મુજબ આ વર્ષ ફાગણ પૂર્ણામા 22 માર્ચ મંગળવારે બપોરે 1 વાગીને 13 મિનિટ પછી સ્પષ્ટ રૂપે પ્રદોષ વ્યાપિની છે અને બીજા દિવસે સવારે 4 વાગીને 22 મિનિટ સુધી ભદ્રા વ્યાપિની પણ રહેશે પણ આગલે દિવસે 23 માર્ચ બુધવારે પૂર્ણિમા પ્રદોષ-વ્યાપિની નથી. તેથી 23 માર્ચ બુધવારના રોજ જ હોલીકા દહન શાસ્ત્ર સમ્મત હશે.  ભવિષ્યોત્તર પુરાણ અને શાસ્ત્રો વચનો મુજબ બુધવારે પૂર્ણિમા વ્યાપ્ત સાંજે 04.55 થી 05.31 સુધી જ રહેશે. તેથી આ મધ્ય હોલિકા દહન થઈ જાય તો શુભ કાળ રહેશે. બાકીના વિવિધ સ્થાનોના આચાર્યો અને સ્થાનીય પરિસ્થિતિયો મુજબ જન સાધારણ કર્મ કરી રહ્યા છે. 

Share this Story:

Follow Webdunia gujarati