Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Chandra Grahan 2024: હોળી પર 100 વર્ષ પછી લાગી રહ્યુ છે ચંદ્રગ્રહણ, આ રાશિઓની લાગશે લોટરી

Chandra Grahan 2024: હોળી પર 100 વર્ષ પછી લાગી રહ્યુ છે ચંદ્રગ્રહણ, આ રાશિઓની લાગશે લોટરી
, મંગળવાર, 12 માર્ચ 2024 (14:10 IST)
Holi and Chandra grahan 2024: આ વર્ષે 25 માર્ચ 2024ના રોજ હોળી અને વર્ષનુ પ્રથમ ચંદ્ર ગ્રહણ એક જ દિવસે આવી રહ્યુ છે.  આ ઉપછાયા ચંદ્ર ગ્રહણ  કન્યા રાશિમાં આવી રહ્યુ છે.  આ દિવસે ચંદ્રમાં અને કેતુ બંને જ કન્યા રાશિમાં રહેશે. 
 
ચંદ્ર ગ્રહણની વ્યક્તિના જીવન પર અસર પડે છે. આ વર્ષનુ પહેલુ ચંદ્ર ગ્રહણ ખૂબ ખાસ છે. જે કેટલીક રાશિઓ માટે લકી સાબિત થશે. આવો જાણીએ માર્ચમાં લાગનારા ચંદ્ર ગ્રહણનુ મહત્વ અને કંઈ રાશિઓને નોકરી વેપારમાં થશે લાભ  
 
100 પછી હોળી પર ચંદ્ર ગ્રહણ (Chandra grahan 2024 on Holi)

જ્યોતિષ શાસ્ત્ર મુજબ લગભગ 100 વર્ષ પછી હોળી પર ચંદ્ર  ગ્રહણનો સંયોગ બની રહ્યો છે. 25 માર્ચના રોજ ચંદ્ર ગ્રહણ સવારે 10 વાગીને 23 મિનિટથી શરૂ થશે. જે બપોરે 03 વાગીને 02 મિનિટ સુધી રહેશે. આ દિવસે સૂર્ય, રાહુ મીન રાશિમા, શુક્ર, મંગળ અને શનિ કુંભ રાશિમાં વિરાજમાન રહેશે. ગ્રહ નક્ષત્રોત્ની શુભ સ્થિતિ અનેક રાશિઓને ફાયદો કરાવશે.  
 
ચંદ્ર ગ્રહણ 2024 આ રાશિઓને થશે લાભ  (Chandra Grahan 2024 Lucky zodiac sign)
 
મેષ રાશિ - વર્ષ 2024નુ પહેલુ ચંદ્ર ગ્રહ મેષ રાશિના જાતકો માટે લકી સાબિત થશે. આ દરમિયાન તમારા લાંબા સમયથી રોકાયેલા કાર્ય પુરા થશે. ધન પ્રાપ્તિના યોગ છે. વેપાર કે નોકરીમાં લાભ માટે જે યોજનાઓ પર કામ કરી રહ્યા છે તેમને ગતિ મળશે. સફળતાની તરફ અગ્રેસર રહેશો. જૂના રોકાણથી ફાયદો થશે.  સંતાન પક્ષ તરફથી શુભ સમાચાર મળી શકે છે. ફાલતુ ખર્ચા પર લગામ લગાવવામાં સફળ થશો. 
 
વૃષભ રાશિ - વૃષભ રાશિના જાતકો પર ચંદ્ર ગ્રહણની શુભ અસર પડશે. ઘરમાં સુખ શાંતિનુ વાતાવરણ રહેશે. પરીક્ષાની તૈયારી કરનારા વિદ્યાર્થેઓએ માટે શુભ સમાચાર પ્રાપ્ત થશે. કામને લઈને વિદેશ યાત્રા સફળ થશે. રોજગારની નવી તક પ્રાપ્ત થશે. કરિયરમાં ઉન્નતિની તક મળશે. બેંક બેલેંસ વધશે. 
 
તુલા રાશિ - વર્ષનુ પહેલુ ચંદ્ર ગ્રહણ તુલા રાશિના જાતકો માટે લાભકારી રહેશે. ગાડી કે કોઈ સંપત્તિ ખરીદવા માંગો છો તો પ્લાન જલ્દી પુરો થશે. શનિના પ્રભાવથી કરિયરમાં પ્રમોશનની શક્યતા રહેશે. સમાજમાં માન પ્રતિષ્ઠા વધશે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Ramadan 2024: ભારતમાં ક્યારથી શરૂ થઈ રહ્યો છે રમઝાનનો મહિનો ? જાણો કયા દિવસે રાખવામાં આવશે પહેલો રોજા