Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Holi 2023 -હોલિકા દહન પૂજા-વિધિ, પૂજન સામગ્રી અને મહત્વ

holi shubh muhurat
, રવિવાર, 5 માર્ચ 2023 (12:39 IST)
Holi 2023 - હોળી હિન્દુ ધર્મનો મુખ્ય તહેવારોમાં એક છે. આ તહેવાર ફાગણ મહિનાની પૂર્ણિમાના દિવસે મનાવવામાં આવે છે. હોળીની સાંજે હોલીકાનું પૂજન કરવામાં આવે છે. 
હોલીકાની પૂજન વિધિ-વિધાનથી કરવાથી પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે. 
હોળી પર વ્યાપાર, મનગમતી નોકરી, મનગમતું વરદાન માટે કરો આ ટોટકા
પૂજન સામગ્રીઃ-
રોળી, કાચુ સૂતર, ચોખા, ફૂલ, સાબૂત હળદર, મગ, બતાશા, નારિયળ, છાણાની માળા(નાના-નાના છાણાની માળા) ગુલાલ, નવા ઘઉં, એક પાણીનો લોટા વગેરે.
 
આ રીતે કરો હોળીની પૂજા જાણો સંપૂર્ણ વિધિ 
આ વર્ષે હોળી (7 માર્ચ ) હોળીનું પર્વ છે. હિન્દુ પરંપરા મુજબ હોળીકા દહનથી પહેલા સાંજે હોળીની પૂજા કરી હોળીકા દહન કરવામાં આવે છે. અને બીજા દિવસે ધુળેટી કે રંગવાળી હોળીનું પર્વ હોય છે. 
 
ધર્મ શાસ્ત્ર મુજબ હોળી પૂજા વિધિ-વિધાનથી કરવાથી અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે અને ઘરમાં સુખ-શાંતિની સાથે ધન-ધાન્યની પણ કમી નથી રહેતી. 
કાળી હળદરના ટૉટકા હોળી પર સૌથી વધારે અજમાય છે
એક થાળીમાં પૂજાની બધી સામગ્રી લેવી અને સાથે એક પાણીનો લોટો પણ લેવું. ત્યારબાદ હોળી પૂજા સ્થળે પહોંચીને પૂજાની બધી સામગ્રી પર પાણી છાંટવું. 
જાણો શા માટે હોળાષ્ટકમાં શુભ કાર્યો ન કરવા જોઈએ
પૂજા કરવા માટે પૂર્વ કે ઉત્તરની મોઢું કરીને બેસવું જોઈએ. પૂજન કરવા માટે રોળી, કાચુ સૂતર, ચોખા, ફૂલ, સાબૂત હળદર, મગ, બતાશા, નારિયળ, છાણાની માળા(નાના-નાના છાણાની માળા) ગુલાલ, નવા ઘઉં વગેરે અને સાથે એક જળનો લોટો રાખવું જોઈએ આ બધા સામગ્રીથી પૂજા કરી. ત્યારબાદ હોલિકાના ચારે તરફ સાત કે પાંચ વાર પરિક્રમા કરવી જોઈએ. 
 
સૂર્યાસ્ત પછી હોલિકા દહન કરાય છે. 
આ છે હોળી પૂજાના શુભ મૂહુર્ત 2023
હોળિકા દહનનો મૂહૂર્ત 2023  ફાગણ પૂર્ણિમા તિથિ શરૂ - 6 માર્ચ 2023ના રોજ સાંજે 04.17 મિનિટે 
ફાગણ પૂર્ણિમા તિથિ સમાપ્ત - 7 માર્ચ 2023 6.09 વાગ્યા સુધી 
 
આ વર્ષે હોળીનુ શુભ મુહૂર્ત 2 કલાક 27 મિનિટ સુધી રહેશે. 
હોળી દહન 2023 તિથિ 
મંગળવાર 7 માર્ચ 2023 
 
હોળી પ્રગટાવવાનો સમય - સાંજે 6.24 થી 8.51 સુધી 
ભદ્રાનો સમય - 6 માર્ચ સાંજે 4.18 મિનિટથી 7 માર્ચ સવારે 5.14 મિનિટ સુધી 
આવું માનવું છે કે હોલિકા દહન પછી બળેલી રાખને આવતી સવારે ઘર લાવું શુભ રહે છે.  

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

આ Magical મંત્રના જાપથી તમારી મુઠ્ઠીમાં રહેશે નવગ્રહ