Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

હોળાષ્ટક 2023 - આજથી 8 દિવસ સુધી ન કરશો આ કામ, સારા કામોનુ પણ મળશે ખરાબ પરિણામ

holashtak
, સોમવાર, 27 ફેબ્રુઆરી 2023 (12:36 IST)
Holashtak 2023 Start and End Date: હોળીના 8 દિવસ પહેલા શરૂ થનારુ હોળાષ્ટક આજથી શરૂ થઈ ગયુ છે. હોળાષ્ટક ફાગણ મહિનના શુક્લ પક્ષની અષ્ટમી તિથિથી શરૂ થાય છે અને ફાગણ પૂર્ણિમા પર હોલિકા દહન દરમિયાન ખતમ થય છે.  વર્ષ 2023માં હોળાષ્ટક આજથી 27 ફેબ્રુઆરીથી શરૂ થઈને 7 માર્ચ સુધી ચાલશે. હોળાષ્ટકના 8 દિવસ દરમિયાન વિવાહ, મુંડન, ગૃહ પ્રવેશ, મકાન, જમીન, વાહન ખરીદ વેચાણ વગેરે કરવુ નિષેધ માનવામાં આવે છે. આ 8 દિવસમાં કોઈપણ માંગલિક અને અશુભ કાર્યો કરવા અશુભ હોય છે. બીજી બાજુ દેવી દેવતાઓની આરાધના માટે આ દિવસ ખૂબ જ શ્રેષ્ઠ માનવામાં આવે છે. 
 
હોળાષ્ટકમાં નથી કરાતા 16 સંસ્કાર 
 
સનાતન ધર્મમાં 16 સંસ્કારોનુ ઘણુ મહત્વ છે. આ ગર્ભ સંસ્કારથી લઈને અંતિમ સંસ્કાર એટલે કે મૃત્યુ સુધી હોય છે. દેખીતુછે કે જન્મ અને મૃત્યુ પર કોઈનો વશ નથી, પરંતુ આ ઉપરાંત કોઈપણ સંસ્કારને હોળાષ્ટક દરમિયાન કરવા અશુભ માનવામાં આવે છે.  ઉલ્લેખનીય છે કે હોળાષ્ટક દરમિયાન બધા ગ્રહ ખૂબ ઉગ્ર હોય છે. આવામાં આ દરમિયાન કરવામાં આવેલ કામ અશુભ ફળ આપે છે. તેથી હોળાષ્ટક દરમિયાન શુભ કાર્ય કરવામાં આવતા નથી. નહી તો શુભ કાર્યોનુ પણ અશુભ ફળ જ મળે છે. 
 
હોળાષ્ટકમાં કરો મહામૃત્યુંજય મંત્રનો જાપ 
 
ધાર્મિક માન્યતાઓ મુજબ હોળાષ્ટકમાં મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવો ખૂબ લાભ થાય છે. મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવાથી દરેક પ્રકારના રોગથી છુટકારો મળે છે અને હેલ્થ સારી રહે છે. આ ઉપરાંત અકાળ મૃત્યુનો ભય પણ દૂર થાય છે. 
 
હોલિકા દહન - 2023 
 
 આ વખતે હોલિકા દહન એટલે હોળી 7 માર્ચના રોજ પ્રગટાવવામાં આવશે. બીજા દિવસે 8 માર્ચના રોજ રંગોવાળી હોળી રમાશે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Durga Ashtami 2023: માં દુર્ગાની આ વિધિથી કરો પૂજા, બગડેલા કામ બની જશે