Publish Date: Mon, 02 Mar 2026 (22:43 IST)
Updated Date: Mon, 02 Mar 2026 (22:55 IST)
Happy Holi 2026 Quotes in Gujarati - રંગોનો તહેવાર હોળી એ ફક્ત ઉજવણી જ નથી પણ સંબંધોને ફરીથી જાગૃત કરવાની તક પણ છે. આ તહેવાર ખરાબ પર સારાના વિજયનું પ્રતીક છે અને વસંતના આગમનનો આનંદ લાવે છે. હોલિકા દહનથી શરૂ થઈને ધુળેટી સુધી ચાલુ રહેતો આ તહેવાર ભૂતકાળના સંઘર્ષો અને ફરિયાદોને ભૂલીને લોકોને એકબીજાની નજીક લાવે છે. લોકો રંગો, ગુલાલ (રંગીન પાવડર), મીઠાઈઓ અને ઢોલ સાથે હોળીની ઉજવણી કરે છે. આ ખાસ દિવસને યાદગાર બનાવવા માટે પ્રિયજનો માટે હૃદયપૂર્વકની શુભેચ્છાઓ પણ એટલી જ મહત્વપૂર્ણ છે. તેથી, જો તમે પણ તમારા મિત્રો, સંબંધીઓ અને પ્રિયજનોને ખાસ રીતે શુભેચ્છા પાઠવવા માંગતા હોય, તો ચાલો અહી અમે કેટલાક શુભ સંદેશાઓ, સ્ટેટસ, ઈમેજીસ અને GIF શેર કરી રહ્યા છે જે તમે તમારા પ્રિયજનોને શેર કરી શકો છો.
1 જરા હસી લેજો હોળી ઉજવતા પહેલા
દરેક દુખ બાળી નાખજો હોળી પ્રગટાવતા પહેલા
ભૂલી જજો કોણે કોણે દુ:ખી કર્યા અત્યાર સુધી
બધાને માફ કરી દેજો રંગ લગાવતા પહેલા
શુ ખબર કાલે આ મોકો મળે ન મળે
તેથી દિલને સાફ કરી લેજો હોળી પહેલા
2. એવો ઉજવો હોળીનો તહેવાર
પિચકારીથી વરસે ફક્ત પ્રેમ
આ જ ઋતુ છે પ્રિયજનોને ગળે ભેટવાની
તો પછી ગુલાલ લઈને થઈ જાવ તૈયાર
ચાલી પિચકારી ઉડ્યો છે ગુલાલ
રંગ વરસે ભૂરો લીલો લાલ..
મુબારક છે તમને હોળીનો તહેવાર
4. હંમેશા મીઠી રહે તમારી બોલી
ખુશીઓથી ભરી જાય તમારી જીંદગી
તમને સૌને મારી તરફથી હેપી હોળી
હોળી પર તમને અને તમારા પરિવારને
5. હોળીના સુંદર રંગોની જેમ
તમને અને તમારા પરિવારને
અમારી તરફથી ખૂબ ખૂબ
રંગો ભરેલી ઉમંગો ભરેલી શુભકામનઓઅ
6. પ્રેમના રંગોથી ભરો પિચકારી
સ્નેહના રંગોથી રંગી દો દુનિયા સારી
આ રંગ ન જાને કોઈ જાત ન બોલી
તમને અને તમારા પરિવારને
તમારા જીવનની ખુશીઓના રંગ
સદા આમ જ હસતા રહો
તમારા પ્રિયજનોને સંગ
બધા દુ:ખ દર્દ બળી જાય
અને કાલની ધુળેટીના બધા રંગ
તમારા જીવનમાં ખુશીઓ ભરી જાય
9. સપનાની દુનિયા અને પ્રિયજનોનો પ્રેમ
ગાલો પર ગુલાલ અને પાણીની ફુહાર
સુખ સમૃદ્ધિ અને સફળતાનો હાર
મુબારક રહે તમને હોળીનો તહેવાર
બધા રંગોની રહે ભરમાર
ઘણી બધી ખુશીઓથી ભરેલો રહે તમારો સંસાર
આ જ પ્રાર્થના છે ઈશ્વરને અમારી દરેક વાર
તમને અને તમારા પરિવારને હોળીની શુભેચ્છા