જ્યોતિષશાસ્ત્ર મુજબ ફાગણ મહિનાની પૂનમના રોજ કરવામાં આવેલ ઉપાય બહુ જલ્દી શુભ ફળ પ્રદાન કરે છે. આજે અમે તમને હોળી પર કરવામાં આવેલ કેટલાક સાધારણ ઉપાય બતાવી રહ્યા છીએ. આ ઉપાય આ પ્રકારના છે.
ધન લાભ માટે ઉપાય..
હોળીની રાત્રે ચંદ્રમાના ઉદય થયા પછી તમારા ઘરની અગાશી પર કે ખુલ્લી જગ્યા જ્યાથી ચાંદ જોવા મળે. ત્યા ઉભા થઈ જાય. ફરી ચંદ્રમાંનુ સ્મરણ કરતા ચાંદીની પ્લેટમાં સૂકી ખારેક અને થોડા મખાણા મુકીને શુદ્ધ ઘી ના દીવા સાથે ધૂપ અને અગરબત્તી અર્પિત કરો. હવે દૂધથી ચંદ્રમાંને અર્ધ્ય આપો.
અર્ધ્ય આપ્યા પછી સફેદ મીઠાઈ અને કેસર મિશ્રિત સાબુદાણાની ખીર અર્પિત કરો. ચંદ્રમાને સમૃદ્ધિ પ્રદાન કરવાનુ નિવેદન કરો. પછી પ્રસાદ અને મખાણાને બાળકોમાં વહેંચી દો. પછી સતત આવનારી દરેક પૂનમની રાત્રે ચંદ્રમાને દૂધનુ અર્ધ્ય આપો. થોડાક જ દિવસમાં તમે અનુભવશો કે આર્થિક સંકટ દૂર થઈને સમૃદ્ધિ સતત વધી રહી છે.
હોળીની રાત્રે ઉત્તર દિશામાં બાજટ (પાટલો) પર સફેદ કપડુ પાથરીને તેના પર મગ, ચણાની દાળ, ચોખા, ઘઉં, મસૂર, કાળા અડદ અને તલનો ઢગલો બનાવો. તેના પર નવગ્રહ યંત્ર સ્થાપિત કરો. તેના પર કેસરનુ તિલક કરો. ઘીનો દીવો પ્રગટાવો અને નીચે લખેલ મંત્રનો જાપ કરો. જાપ સ્ફટિકની માળાથી કરો. જાપ પૂરા થયા પછી યંત્રને પૂજા સ્થાન પર સ્થાપિત કરો. ગ્રહ અનુકૂળ રહેવા માંડશે.
મંત્ર - બ્રહ્મા મુરારી ત્રિપુરાન્તકારી ભાનુ શશિ ભૂમિ-સુતો બુધશ્ચ
ગુરુશ્ચ શુક્ર શનિ રાહુ કેતવ: સર્વે ગ્રહા શાંતિ કરા ભવંતુ
બિઝનેસમાં સફળતા મેળવવા માટે
એકાક્ષી નારિયળને લાલ કપડા પર ઘઉંના આસન પર સ્થાપિત કરો અને સિંદૂરનુ તિલક કરો. હવે લાલ નંગની માળાથી નીચે લખેલ મંત્રનો જાપ કરો. 21 માળા જાપ થયા પછી આ પોટલીને દુકાનમાં એવા સ્થાન પર ટાંગી દો જ્યા ગ્રાહકોની નજર તેના પર પડતી રહે. આવુ કરવાથી વેપારમાં સફળતાના યોગ બનવા માંડશે.
મંત્ર - ૐ શ્રીં શ્રીં શ્રીં પરમ સિદ્ધિ વેપાર વૃદ્ધિ નમ:
હોલિકા દહન પહેલા જ્યારે ખાડો ખોદવામાં આવે તો સૌ પહેલા તેમા થોડી ચાંદી, પીત્તળ અને લોખંડ દબાવી દો. આ ત્રણેય ધાતુ ફક્ત એટલી માત્રામાં હોવી જોઈએ. જેનાથી તમારી મધ્યમા આંગળીના માપની વીંટી બની જાય .
ત્યારબાદ વિધિ-વિધાનથી દંડો રોપો. જ્યારે તમે હોલિકા પૂજન કરો તો એક નાગરવેલના પાન પર કપૂર, થોડી હવન સામગ્રી શુદ્ધ ઘીમાં ડૂબાવેલી લવિંગની જોડી અને પતાશા મુકો.
બીજા પાનથી એ પાનને ઢાંકી દો અને 7 વાર હોળીકાની પરિક્રમા કરત ૐ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરો. પરિક્રમા સમાપ્ત થતા બધી સામગ્રી હોલિકામાં અર્પિત કરી દો અને પૂજન પછી પ્રણામ કરીને ઘરે પરત આવી જાવ. બીજા દિવસે પાનવાળી બધી નવી સામગ્રી લઈ જઈને ફરીથી આ રીતે જ પૂજા કરો. જે ઘાતુઓ તમે દબાવી છે તેન કાઢી લો. પછી કોઈ સોની પાસેથી ત્રણેય ધાતુઓને મિક્સ કરીને મધ્યમાં આંગળીના માપની વીટી બનાવી લો. 15 દિવસ પછી આવનારા શુક્લ પક્ષના ગુરૂવારે આ વીંટી ધારણ કરો. આ ઉપાયથી ધન લાભના યોગ બની શકે છે.
જલ્દી લગ્ન થાય એ માટે
હોળીની સવારે એક નાગરવેલના પાન પર એક સોપારી અને એક હળદરની ગાંઠ મુકી શિવલિંગ પર ચઢાવો અને પાછળ વળીને જોયા વગર ઘરે આવો. આ પ્રયોગ બીજા દિવસે પણ કરો. જલ્દી તમારા લગ્નના યોગ બની જશે.
રોગ નાશ માટે ઉપાય
જો કોઈ બીમારીથી પરેશાન છો તો તે માટે હોળીની રાત્રે ખાસ ઉપાય કરવાથી તમારી બીમારી દૂર થઈ શકે છે. હોળીની રાત્રે તમે નીચે લખેલ મંત્રનો જાપ તુલસીની માળાથી કરો . તેનાથી તમારી પરેશાની દૂર થઈ શકે છે.
મંત્ર - ૐ નમો ભગવતે રુદ્રાય મૃતાર્ક મધ્યે સંસ્થિતાય મમ શરીરં અમૃતં કરુ કુરુ સ્વાહા