સામગ્રી - 500 ગ્રામ સંતરાનો રસ, સાઈટ્રિક એસિડ 1 ચમચી, 1 ચમચી પોટેશિયમ મેટાબાઈસલ્ફેટચ, સંતરાનુ એસેંસ 1 ચમચી, ખાંડ 1 કિલો, પાણી 1 લીટર. વિધિ - ખાંડમાં ચાસણી ભેળવીને એક તારની ચાસણી બનાવી લો. જ્યારે ચાસણી બની જાય ત્યારે ગેસ પરથી ઉતારી ઠંડુ કરો. ચાસણી એકદમ ઠંડી થયા પછી તેમાં સંતરાનો રસ, સાઈટ્રિક એસિડ, સંતરાનુ એસેંસ, પોટેશિયમ મેટાબાઈસલ્ફેટ અને સંતરાનો રસ ભેળવો. આને બોટલમાં ભરી લો અને મહેમાનોના આવવા પર પાણી અને બરફ નાખીને સર્વ કરો. આ શરબત ઘણા દિવસ સુધી ખરાબ થતુ નથી. કેરીનુ શરબત
સામગ્રી - 1/2 કિલો કાચી કેરી, 10 થી 12 કપ પાણી, વાટેલો ગોળ બે કપ, 6 નંગ મરી, 1/2 ચમચી મીઠુ.
વિધિ - કેરીને ઘોઈને દસ મિનિટને માટે કૂકરમાં મૂકી દો. પછી કેરીને ઠંડી પડવા દો. ઠંડી થયા પછી તેને હાથ વડે મસળી નાખો અને છોલટા અલગ કરો, ગોટલીમાંથી પણ મસળીને ગૂદો કાઢી લો. હવે આમાં પાણી, ગોળ, કાળા મરીનો ભૂકો અને મીઠુ ઉમેરો
જો તમને ફુદીનાનો સ્વાદ પસંદ હોય તો થોડુ ફુદીનાનુ પેસ્ટ પણ ભેળવી શકો છો. સારી રીતે હલાવીને ઠંડુ થવા મૂકી દો. સર્વ કરતી વખતે આઈસ ક્યૂબ નાખવાને બદલે બરફનો ભૂકો નાખો.