Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

વિષ્ણુના દશાવતાર-4

નૃસિંહ અવતાર

વિષ્ણુના દશાવતાર-4
N.D
જ્યારે હિરણ્યાક્ષનો વધ થયો ત્યારે તેનો ભાઈ હિરણ્યકશ્યપ ખુબ જ દુ:ખી થઈ ગયો. તે ભગવાનનો ઘોર વિરોધી બની ગયો. તેણે અજય બનવાની ભાવનાથી કઠોર તપ કર્યું. તપનું ફળ તેને કોઈ પણ મનુષ્ય, પ્રાણી અને દેવતાના હાથે ન મરવાના રૂપે મળ્યું. વરદાન મેળવીને તો જાણે કે તે અજય થઈ ગયો.

હિરણ્યકશ્યપનું શાષન ખુબ જ કઠોર હતું. દેવ દાનવ બધા જ તેના ચરણોની વંદના કરના હતાં. ભગવાનની પૂજા કરનારને તે કઠોર દંડ આપતો હતો અને તે બધાની પાસે પોતાની પૂજા કરાવતો હતો. તેના શાસનથી આખા લોક અને પરલોકમાં હાહાકાર મચી ગયો હતો. બધા જ રસ્તા બંધ દેખાતા જોઈને લોકોએ ભગવાનની પ્રાર્થના શરૂ કરી. ભગવાન તેમની પ્રાર્થના સાંભળીને પ્રસન્ન થયા અને હિરણ્યકશ્યપને મારવાનું આશ્વાસન આપ્યું.

બીજુ બાજુ આ દૈત્યનો અત્યાર દિવસે અને દિવસે વધતો જઈ રહ્યો હતો. એટલે સુધી કે તે પોતાના પુત્ર પ્રહલાદને પણ ભગવાનનું નામ લેવા બદલ કેટલાયે પ્રકારની વેદનાઓ આપતો હતો. પ્રહલાદ નાનપણથી જ રમવાનું છોડીને ભગવાનના ધ્યાનમાં લીન થઈ જતો હતો. તે ભગવાનનો પરમ ભક્ત હતો અને સમય સમય પર અસુરના બાળકોને ધર્મનો ઉપદેશ પણ આપતો હતો.

અસુર બાળકોને ઉપદેશ આપ્યાની વાત સાંભળીને હિરણ્યકશ્યપ ખુબ જ ક્રોધિત થયો. તેણે પ્રહલાદને દરબારમાં બોલાવ્યો. પ્રહલાદ ખુબ જ નમ્રતાપુર્વક દૈત્યરાજની સામે દરબારમાં ઉભો રહી ગયો. તેને જોઈને દૈત્યરાજે તેને ગુસ્સામાં આવીને કહ્યું: મુર્ખ ! તુ ખુબ જ ઉદ્દંડ થઈ ગયો છે. તે કોના બળ પર મારી આજ્ઞાની વિરુદ્ધ કામ કર્યું? તો પ્રહલાદે જવાબ આપ્યો- બ્રહ્માથી લઈને નાના સરખા તણખલા સુધી બધાને ભગવાને પોતાના વશમાં કરી રાખ્યા છે. તે પરમેશ્વર જ પોતાની શક્તિઓ વડે આ વિશ્વની રક્ષા, તેનું પોષણ અને તેનો સંહાર કરે છે. તમે તમારો આ ભાવ છોડીને પોતાના મનને બધાની પ્રત્યે ઉદાર બનાવો.

પ્રહલાદની વાત સાંભળીને હિરણ્યકશ્યપનું શરીર ગુસ્સાને લીધે ધ્રુજવા લાગ્યું. તેણે પ્રહલાદને કહ્યું- ' હે મંદબુદ્ધિ! જો તારો ભગવાન બધી જ જગ્યાએ છે તો કહે કે આ થાંભલામાં કેમ નથી દેખાતો? ' આવું કહીને ગુસ્સાથી લાલ પીળો થઈ ગયો. તે પોતે તલવાર લઈને સિંહાસન પરથી કુદી પડ્યો અને જાતે તલવાર વડે જોરથી થાંભલાને ઘા કર્યો. તે વખતે થાંભલામાંથી નૃસિંહ ભગવાન પ્રગટ થયા. તેમનું શરીર માણસનું અને માથુ સિંહનું હતું અને તેમણે પળવારમાં તો હિરણ્યકશ્યપનો અંત આણી દિધો અને પોતાના ભક્ત પ્રહલાદની રક્ષા કરી.

Share this Story:

Follow Webdunia gujarati