બુધવારે ગણેશજીની પૂજા કરાય છે. હિન્દુ ધર્મ મુજબ ભગવાન ગણેશજીને સિદ્ધિ અને મંગળકારી શક્તિઓનું સ્વરૂપ ગણાય છે. આથી દરેક શુભ કામની શરૂઆત ગણેશજીની આરતીના સાથે કરાય છે. બુધવારે ગણેશજીની ઉપાસના કરવાથી સુખી સાંસારિક જીવનની મનોકામના પૂર્ણ થાય છે . એના માટે વેદોમાં એક મંત્ર જણાવ્યો છે જાણો ગણેશના આ મંત્ર
ૐ ગણાના ત્વા ગણપતિ (ગું)હવામહે પ્રિયાણા ત્વા પ્રિયપતિ (ગું) નિધીના ત્વા નિધિપતિ (ગું) હવામહે વ્વસો મમ
બુધવારે સવાર કે સાંજના સમયે આ મંત્રનો ધ્યાન ગણેશજીને સિંદૂર ,અક્ષત ,દૂર્વા ચઢાવી અને યથાશક્તિ લાડુઓનો ભોગ લગાવી કાર્યસિદ્ધિની મનોકામના કરો અને ધૂપ દીપની આરતી કરો. આ મંત્રમાં ભગવાન ગણેશની અને રિદ્ધિ-સિદ્ધિનું સ્મરણ કરો જેથી તમારા જીવનમાં અપાર સુખ સમૃદ્ધિ આવે છે.