Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

હદયનો હુમલો થવા પર

હદયનો હુમલો થવા પર
NDN.D

હદયનો હુમલો શું હોય છે?

હદયનો હુમલો ત્યારે પડે છે જ્યારે હદયની નસોમાંથી કોઈ એકની અંદર થોડીક રુકાવટ આવવાથી લોહી પહોચતું બંધ થઈ જાય છે. વધારે પડતા કેસની અંદર લોહી જામી જવાને કારણે થાય છે. લોહી હદય સુધી ન પહોચી શકવાના કારણે ઓક્સીજન પણ હદય સુધી નથી પહોચી શકતો અને આને કારણે જ આ ધડકવાનું બંધ થઈ જાય છે.

માયોકાર્ડિયલ ઈંફારક્શન (એમઆઈ) ને સામાન્ય રીતે હદય પર હુમલો થવાનું કહી શકાય છે.

લક્ષણ

* છાતીની અંદર જોરદાર દુખાવો થવો જેની અંદર આરામ કરવાથી પણ રાહત નથી મળતી.

* શ્વાસ ગુંગળાવો અને ઉલ્ટી જેવું થવું

* ચક્કર આવવા

* હદય ભારે થઈ ગયું હોય તેવો અનુભવ કરવો

* અનિયમિત નાડી

* ત્વચા ઠંડી પડી જવી, ચહેરો ફીક્કો થઈ જવો અને હોઠ ભુરા થઈ જવા.

શું કરશો?

લક્ષણોના આધારે નક્કી કરો કે આ હદયનો હુમલો હોઈ શકે છે. દર્દીને તુરંત જ સુવડાવી દો અને તેને તાતકાલીક ચિકિસ્તા ઉપલબ્ધ કરવાનો પ્રયત્ન કરો. જો દર્દી બેહોશ થવા લાગે તો તેનું મુખ સીધું કરો અને તેને મોઢા દ્વાર શ્વાસ આપવાનો પ્રયાસ કરો.

Share this Story:

Follow Webdunia gujarati