Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સર્દી-સળેખમમાં કારગર પ્રાકૃતિક દવાઓ

સર્દી-સળેખમમાં કારગર પ્રાકૃતિક દવાઓ

એએનઆઇ

લાખો વર્ષ જૂની પ્રાકૃતિક ઔષધિયોના મહત્વને આજ આખુ વિશ્વ માને છે. તાજેતરમાં થયેલી એક શોધમા આ હકીકતની ખબર પડી છે. ઈચીનેશિયાથી બનેલી આર્યુવેદિક ઔષધિથી સામાન્ય રીતે થનારી સર્દી-સળેખમના ડરને ઓછો કરી શકાય છે.

કેટલાક અમેરિકાના શોધકર્તાઓએ પોતાની આ શોધમાં માન્યું છે કે આ ઔષધિના સેવનથી સામાન્ય સળેખમને 58 ટકા ઓછો કરી શકાય છે.
વિશેષજ્ઞોનું માનવું છે કે ઈંચીનેશિયા ઉત્તરી અમેરિકામાં મળી આવતી નવ પ્રજાતિયોવાળું એક ફૂલ છે. આ શોધનું નિષ્કર્ષ આ ફૂલથી બનેલી ઔષધિયોનું ચૌદવાર અધ્યયન કરવામાં આવ્યું ત્યારે ખબર પડી છે.

સાથે જ શોધકર્તાઓએ એ માન્યું છે કે વિટામિન સી ની સાથે આ ફૂલને ગ્રહણ કરવાથી આ નજલા માટે વધુ ફાયદાકારક બની જાય છે. આમાં કેટલાંક એવા વિષાણું જોવા મળે છે જે સર્દી માટે પ્રતિરોધી ક્ષમતા રાખે છે.

શોધકર્તા ડૉક્ટર વૉકરના મુજબ ભલે ઘરેલું ઉપચારને દુનિયાભરમાં બહું આલોચના મળી હોય, પણ વિજ્ઞાન પણ ધીરે ધીરે તેના મહત્વને સમજવાં માંડ્યું છે.
આ શોધનું વિસ્તૃત વિવરણ ‘ધ લૈંસેટ ઈંફેક્શિયસ ડિજી’ નામની પત્રિકામાં પ્રકાશિત થયું છે.

Share this Story:

Follow Webdunia gujarati