Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

બપોરનું જમવાનું કેવુ હોવું જોઈએ ...

બપોરનું જમવાનું કેવુ હોવું જોઈએ ...

બપોરનું જમવાનું કેવુ  હોવું  જોઈએ ...
, ગુરુવાર, 11 ડિસેમ્બર 2014 (13:15 IST)
સામાન્ય રીતે કામ કરતા લોકો પોતાનો લંચને વધારે મહ્ત્વ નહી આપતા. સમયની અછતના કારણે તે ભૂખ લાગતા ચા કે કંઈક સ્નેક્સ ખાઈને પોતાની ભૂખને શાંત કરે છે. પણ આ તમારા શરીરને પૂરતૂ પોષણ નહી આપે. લંચને અવૉઈડ કરવાના પરિણામ  તમે ભવિષ્યમાં જોશો. એના માટે બપોરનું જમાવાનું ધ્યાન રાખવાનું શરૂ કરી દો. 
 
કેમ જરૂરી છે બપોરનું જમવાનું 
 
લોકો સવારે ઉતાવળમાં નાસ્તો કર્યા વગર જ ઘરેથી આફિસ જાય છે અને ત્યાં પણ આફિસના કામમાં સમય ન મળવાને કારણે તે લોકો ચા પી ને કામ ચલાવે છે.  જે શરીર માટે યોગ્ય નથી. 
 
લંચ કરવાથી તમારા શરીરને જરૂરી પોષણ મળે છે અને વધારે કામ કરવાની શક્તિ મળે છે .પણ ધ્યાન રાખો કે તમારું ભોજન હળવુ  અને સુપાચ્ય હોવું જોઈએ. 
 
કેવુ હોવુ જોઈએ બપોરનું જમવાનું 
 
* સ્પ્રાઉટસ કે સલાદ ,સફેદ કે કાળા ચણા દાળ ,પનીર વગેરેને તમારે ભોજનમાં સામેલ કરી શકો છો. 
 
* ભાતને તમારા લંચનો ભાગ ન બનાવો કારણ કે આનાથી તમને ઉંઘ આવશે. 
 
* ચા-કૉફી નો સેવન ઓછામાં ઓછા કરવું .આથી એસિડિટી અને ગૈસની સમસ્યા થઈ શકે અને વધારે ઠંડી વસ્તુ જેમ કે કોલ્ડડ્રિંક કે આઈસ્ક્રીમ થી દૂર રહેવું .
 
* જો તમે આફિસના કેંટીન કે રેસ્ટોરેંટમાં લંચ કરો છો તો ત્યાં સાફ- સફાઈનુ વિશેષ ધ્યાન રાખો. 
 
* જો તમે બહાર લંચ કરો તો પેટમાં જલનની ફરિયાદ થઈ શકે. સોડા નાખી ભાત કે જૂના તેલમાં રાંધેલું ભોજન ટાળો. 
 
* જો આફિસમાં સ્વચ્છ ભોજન ન મળે તો તમે ફ્રૂટ સલાદ કે સાધારણ સલાદ સાથે લસ્સી વગેરે પણ લંચમાં લેવું. 
* લંચ સાથે પાણી પણ પૂરતા પ્રમાણમાં પીવો. 
 
* ટોફૂ કે શાક-ભાજીની સેંડવિચ તમારા લંચ બાક્સમાં રાખી શકો છો. 
* બ્રેડ, ફળ, શાકભાજી ,અને દહીંનું સેવન કરો . 
 
* લંચ હમેશા નાસ્તાથી હળવો હોવો જોઈએ. એક વાટકો સલાદ કે સૂપ પણ લઈ શકો છો. 
 
લંચમાં સલાદ ,શાકભાજી ,રોટલી અને દહીંને સામેલ કરો . 

Share this Story:

Follow Webdunia gujarati