વર્તમાન યુગમાં માણસ અસ્વસ્થ્ય મનનો શિકાર થઈ રહ્યો છે. એટલા માટે આપણા પુર્વજો, ઋષિ અને મુનિઓ કહેતાં હતાં કે 'અન્ન તેવો ઓડકાર'. મનુષ્ય જે પણ આહાર ગ્રહણ કરીએ છીએ તેનો સ્થુળ અંશ મળ બની જાય છે, મધ્યમ ભાગ માંસ બની જાય છે, હાડકા અને શરીરના અન્ય ભાગોનું નિર્માણ થાય છે તે સૂક્ષ્મ અંશથી મનનું પોષણ થાય છે. આ રીતે સાત્વિક આહારથી શક્તિ, ધ્રુવા શુદ્ધિ અને સ્મૃતિની શુદ્ધિ થાય છે. તેનો અર્થ એવો થાય છે કે જેવું ભોજન કરીએ છીએ તેવી બુદ્ધિ બને છે.
સાત્વિક ભોજન ગ્રહણ કરવાથી આયુષ્ય, બળ, ઉત્સાહ, આરોગ્ય, સુખ અને પ્રીતિની વૃદ્ધિ થાય છે. જો યોગ્ય પ્રકારનું ભોજન કરવામાં આવે તો તન, મન અને આત્મા ત્રણેય પ્રસન્ન રહે છે. જો આમાંનું કોઈ પણ નબળુ પડી જાય છે તો શરીર સ્વસ્થ્ય નથી રહેતું. ખાવાપીવાની પદ્ધતિ એટલે કે વ્યવસ્થિત આહાર શૈલીના માધ્યમથી સ્વસ્થ્ય શરીરનો આનંદ ઉઠાવી શકાય છે. તેથી સાત્વિક આહારનો પોતાના ભોજનમાં પુરતી માત્રામાં સમાવેશ કરવો જોઈએ. પ્રાકૃતિક આહાર સૌથી શ્રેષ્ઠ છે. જમવામાં ઓછા મસાલા, તેલનો પ્રયોગ કરવામાં આવે તો તે પણ સાત્વિક આહાર છે.
પ્રાણવાન ભોજનની શ્રેણીમાં ફળ, શાકભાજી અને અંકુરિત અનાજ આવે છે. સામાન્ય રીતે આપણા ભોજનમાં 5થી 10 ટકા જ પ્રાણમય ભોજન હોય છે. એટલા માટે તો દિવસે દિવસે રોગીઓની સંખ્યા સતત વધતી જઈ રહી છે. અંટિબાયોટિક અને અન્ય ઔષધિયો પણ તેની પર કાબુ મેળવી શકતી નથી. ભોજનમાં સપ્રાણ આહારની માત્રા વધારવી હોય તો સવારે નાસ્તામાં બિસ્કીટ, પૌઆ, બ્રેડ વગેરેની જગ્યાએ ફળ, અંકુરિત અનાજ અને કાચા શાકભાજી ખાવા જોઈએ.
સપ્રાણ ભોજનથી જ સપ્રાણ શરીરને પોષણ મળે છે. આપણે ક્યારેય પણ તવી પર શેકીને ઘઉંને ઉગાડી શકતાં નથી કેમકે નિષ્પ્રાણ શરીરમાં ક્યારેય પણ જીવ નથી આવતો. તે જ રીતે નિષ્પ્રાણ ભોજનનું સેવન કરીને આપણે આપણા શરીરને કેવી રીતે પ્રાણવાન બનાવી શકીએ?
તેથી ભોજનમાં ઋતુનુસાર ફળ, શાકભાજી, સલાડ, અંકુરિત અનાજ, ચાળ્યા વિનાનો લોટ, મગફળી, સોયાબીન, ઘઉંના ફાડા, પુલાવ વેજીટેબલ, તાજી છાશ, દૂધ, અંજીર, અખરોટ, ખજુર, પોલીશ કર્યા વિનાના ચોખા, છાલવાળી દાળની પર્યાપ્ત માત્રા વગેરેનો આહારમાં સમાવેશ કરવો જોઈએ.