Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ચક્ષુદાન એટલે શું ? ચક્ષુદાન પખવાડિયુ વિશેષ

ચક્ષુદાન એટલે શું ? ચક્ષુદાન પખવાડિયુ વિશેષ
, મંગળવાર, 15 સપ્ટેમ્બર 2015 (17:15 IST)
ભારતભરમાં ઓગસ્ટનું છેલ્લું અઠવાડિયુ તથા સપ્ટેમ્બરનું પહેલું અઠવાડિયુ એ ચક્ષુદાન પખવાડિયુ તરીકેની ઉજવણી થાય છે. આ દરમિયાન દેશની તમામ ચક્ષુબેંક ચક્ષુદાન વિષે લોકોને માહિતગાર કરે છે. આ માહિતીના ભાગરૂપે આ લેખ છે.
 
આપણે સાંભળ્યું હશે કે 'ચક્ષુદાન મહાદાન' અથવા તો'જીવતા રકતદાન અને મૃત્યુ બાદ ચક્ષુદાન' પણ ખરેખર આ ચક્ષુદાન છે શું ? અને જરૂરી શેના માટે છે ? ચક્ષુદાન એટલે મૃત્યુ બાદ મરનારની આંખોનું દાન કરવું. એ જરૂરી એટલા માટે છે કારણ કે ભારતમાં લાખો લોકો કીકીના અંધાપાથી પીડાય છે. (કીકી એટલે આંખનો આગળનો ગોળ પારદર્શક ભાગ કોર્નિયા કહેવાય છે) જો આ પારદર્શકભાગ–અપાદર્શક (ફલાયેલો) સફેદ થઈ જાય તો તેને દેખાતું બધં થઈ જાય. આવામાં જો આપણે મૃત્યુ બાદ ચક્ષુદાન કરીએ તો કોઈ અધં વ્યકિતને રોશની મળી જાય તો આનાથી સારું માનવીય કાર્ય કયુ હોય શકે ? આ કાર્ય કરવા માટે ચક્ષુબેંક (આઈબેંક) હોય છે જે (આઈ બેંક એસો.ઓફ ઈન્ડિયા) તથા માં રજિસ્ટર્ડ હોય છે. આ ચક્ષુબેંકનો કાર્યભાર સંભાળવા માટે એક કોર્નિયલ (કીકીના સુપરસ્પેશ્યાલીસ્ટ) સર્જન ફરજિયાત હોય છે. જે કીકીના પ્રત્યારોપણ (કોર્નિયા ટ્રાન્સપ્લાન્ટ–કેરેટોપ્લાસ્ટી)ના ઓપરેશનમાં નિપુણ હોય છે. આમ ચક્ષુદાનમાં મળેલી બે આંખોની કીકી લઈ બે કીકીના અંધાપાથી પીડાતા લોકોને જોવામાં મદદ કરી શકે છે.
ચક્ષુદાન એટલે શું ?
મૃત્યુબાદ કરવામાં આવતા આંખ–ચક્ષુનાં દાનને ચક્ષુદાન કહેવામાં આવે છે. ચક્ષુદાનથી પ્રા થયેલ ચક્ષુઓનો ઉપયોગ, કીકીઓના અંધાપાથી પીડાતા દર્દીઓને કીકી પ્રત્યારોપણ ઓપરેશન માટે કરવામાં આવે છે. ચક્ષુદાનની પ્રક્રિયા ફકત ૧૫થી ૨૦ મિનિટમાં જ પૂર્ણ થઈ જાય એટલી સરળ છે. જેનાથી દાતાના ચહેરા ઉપર કોઈ વિકૃતિ કે વિરૂપતા આવતી નથી તેમજ તેથી મૃતદેહની અંતિમ ક્રિયામાં કોઈ અડચણ કે વિલબં પણ થતો નથી.
ચક્ષુદાન સ્વીકારવા માટે ચક્ષુબેંકની ટીમ, દાતા ગમે તે જગ્યાએ હોય, જેમ કે ઘરમાં, હોસ્પિટલમાં, મડદાઘરમાં કે સ્મશાનમાં જઈને ચક્ષુનું દાન લઈ આવે છે. તે માટે દાતાને ચક્ષુબેંક કે હોસ્પિટલ સુધી લાવવાની જરૂર પડતી નથી. આ માટે ચક્ષુદાતાના વારસદારને કોઈ ખર્ચ થતો નથી. તમામ જરૂરી ખર્ચ ચક્ષુબેંક ભોગવે છે.
ચક્ષુદાન કેવી રીતે કરી શકાય ? તે માટે શું કરવું ?
ચક્ષુદાન દાતાના મૃત્યુ બાદ લગભગ ૬ કલાકની અંદર થવું જરૂરી છે. આ માટે:
(૧) આપની નજીકની ચક્ષુબેંકનો ફોનથી કે રૂબરૂ તાત્કાલિક સંપર્ક કરવો.(૨) મૃત્યુ પામેલ વ્યકિતની ઉપર પંખો ફરતો હોય તો બધં કરવો. (૩) દાતાની બન્ને આંખો કાળજીપૂર્વક બરાબર બધં કરી, રૂનાં ભીનાં પોતાં મૂકવા. (૪) ચક્ષુદાતાનું માથું બે ઓશીકા ઉપર ટેકવી અધ્ધર રાખવું. (૫) શકય હોય તો ફેમિલી ડોકટર પાસેથી મૃત્યુ પ્રમાણપત્ર તૈયાર રાખવું તેથી આગળની પ્રક્રિયા સરળ બને.
ચક્ષુદાન શા માટે જરૂરી છે ?
આપણા ભારત દેશમાં આશરે ૪૦ લાખ લોકો આંખની કીકીના અંધાપાથી પીડાય છે. જેમાંથી ૬૦ ટકા લોકો યુવાનો અને બાળકો છે અને આ આંકડામાં પ્રતિવર્ષ આશરે ૨૫૦૦૦થી ૩૦૦૦૦ લોકોનો ઉમેરા થાય છે, દુનિયાનો દર ત્રીજો અધં વ્યકિત ભારત દેશમાં વસે છે. આ વ્યકિતઓ ચક્ષુદાન દ્રારા પ્રા થતી આંખો–કીકી (કોર્નિયા)ના પ્રત્યારોપણથી ફરીથી દ્દષ્ટ્રિ પ્રા કરી શકે છે.
આજે ભારતમાં અંધજનોની વસતી આશરે ૪૦ લાખ છે, જેની સામે આપણને ૧૦થી ૧૫ હજાર ચક્ષુદાન દર વર્ષે મળે છે. કીકીના પ્રત્યારોપણ માટે ચક્ષુદાન દ્રારા મળતી આંખ–કોર્નિયા ઉપર જ આધાર રાખવો પડે છે અને તો જ કીકીનું પ્રત્યારોપણ ઓપરેશન શકય બને છે અને આ ચક્ષુદાનમાં મળતા ચક્ષુમાંથી સરેરાશ ૫૦ ટકા ચક્ષુ જ પ્રત્યારોપણના ઓપરેશન માટે સક્ષમ હોય છે. તેથી જો વર્ષે આપણને ૪,૦૦,૦૦૦ કીકી–આખં મળે તો ૨,૦૦,૦૦૦ કીકી પ્રત્યારોપણના ઓપરેશન ભારત દેશમાં શકય બની શકે છે.
ચક્ષુદાન કોણ કરી શકે ?
કોઈપણ ઉંમરની વ્યકિત, બાળકની વૃદ્ધ સુધી બધા જ ચક્ષુદાન કરી શકે છે. કોઈપણ વ્યકિત ચશ્મા પહેરતી હોય કે મોતિયો ઉતરાવેલ હોય કે તે પ્રકારની અન્ શક્રક્રિયા કરાવેલ હોય કે ડાયાબિટીસ કે બ્લડપ્રેસરથી પીડાતી હોય તો પણ ચક્ષુદાન કરી શકે છે. ગમે તે બ્લડગ્રુપ ધરાવતી કે ગમે તે ધર્મ, સંપ્રદાય, જ્ઞાતિ કે જાતિની વ્યકિત ચક્ષુદાન કરી શકે છે. ચક્ષુદાન કર્યા બાદ એ ચક્ષુઓ આપનાર અને મેળવનારની ઓળખ ખાનગી રાખવામાં આવે છે. અમુક સંજોગોમાં જેમ કે મૃત્યુનું કારણ, ઝેરી કમળો, એઈડસ, કેન્સર કે અન્ય ચેપી રોગો હોય તો એવા સંજોગોમાં ચક્ષદાનમાં આવેલી આંખોનો ઉપયોગ રીસર્ચ માટે કરવામાં આવે છે. (કીકીના પ્રત્યારોપણ માટે આવી ચક્ષુ ઉપયોગમાં આવતી નથી)
ચક્ષુબેંકનું કાર્ય:
ચક્ષુબેંક એ સતત ૨૪ કલાક કાર્યરત રહેતી સામાજિક સંસ્થા છે. જેનું કાર્ય મૃત્યુ બાદ દાનમાં મળતા ચક્ષુ મેળવવા, તેની વૈજ્ઞાનિક પદ્ધતિથી ચકાસણી તેમજ યોગ્ય જાળવણી કરવાનું તથા ત્યારબાદ આ ચક્ષુ અથવા કીકી, કીકીના નિષ્ણાત તબીબો સુધી કીકીનાં પ્રત્યારોપણનાં ઓપરેશન માટે પહોંચાડવાનું છે. જેમાં આ ચક્ષુનો લાભ ચક્ષુબેંકમાં નોંધાયેલ દર્દીઓ લઈ શકે છે. રાજકોટમાં આવેલ વી.જી.સાપોવડિયા નેત્રરક્ષા ટ્રસ્ટ સંચાલિત વી.જી.એસ.ચક્ષુબેંક એ આ પ્રકારની પદ્ધતિસર કાર્ય કરતી ઈન્ડિયાની લાઈફટાઈમ મેમ્બર છે. તથા ઋઘટ.ઘઋ.ઋીષફફિ િંના ઈંીળફક્ષ ઘલિફક્ષ ઝફિક્ષતાહફક્ષ િંઅભ િંહેઠળ રજિસ્ટર્ડ છે. અહીં કીકીનો અંધાપો ધરાવનારા વ્યકિતઓની ઓળખ કરી તેની યાદી બનાવવામાં આવે છે અને ચક્ષુદાનમાં આવેલ ચક્ષુઓની યોગ્ય ચકાસણી કર્યા બાદ આ ચક્ષુઓનો ઉપયોગ યાદી મુજબના દર્દીઓને બોલાવી તેમને કીકીનું પ્રત્યારોપણ કરવામાં આવે છે.
ચક્ષુ તથા કીકીનો ઉપયોગ તથા તેની જાળવણી:
ચક્ષુદાનમાં મળેલ ચક્ષુની કાળજીપૂર્વક જાળવણી ખૂબજ જરૂરી છે. આ ચક્ષુઓની જાળવણી માટે ખાસ પ્રકારના પ્રવાહી મીડિયમ હવેથી ઉપલબ્ધ છે. જેમાં આપણે ચક્ષુ અથવા કીકીને લાંબા સમય સુધી સાચવી શકીએ છીએ. જેના માટે અત્યાર સુધી આપણે પરદેશ, જેવા કે અમેરિકા જેવા દેશો ઉપર આધાર રાખવો પડતો હતો અને તેની અવેજીમાં મળેલ કીકી ફકત ૧૨ થી ૪૮ કલાકમાં જ પ્રત્યારોપણના ઉપયોગમાં લેવાની ફરજ પડતી હતી. પરંતુ હવે આ પ્રવાહી મીડિયમની ઉપલબ્ધિના કારણે કીકીને ૪ દિવસ સુધી જીવતં રાખી શકાય છે. જેથી કીકીના રોગના દર્દીઓને ઓપરેશન પહેલાથી જ હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડતી નથી. આ માટે તબીબ ક્ષેત્રે થયેલા સંશોધનો અને આધુનિક શક્રક્રિયા તેમજ વિકસીત સારવાર પદ્ધતિને પરિણામે કીકી પ્રત્યારોપણ ઓપરેશનનો સફળતાનો આકં ૮૦ થી ૯૦ ટકા સુધી પહોંચાડી શકાયો છે. જે બીજા વિકસીત દેશોના કીકી પ્રત્યારોપણના સફળતાના આકં સાથે સરખાવી શકાય છે.
 
કીકી પ્રત્યારોપણના ઓપરેશન વિશે જાણકારી:
 
આપણી આંખની રચનાને કેમેરા સાથે સરખાવી શકાય છે. જેમાં આંખના કાળા ભાગ ઉપર રહેલા પારદર્શક પટલને કીકી અને અંગ્રેજીમાં કોર્નિયા (ઈજ્ઞક્ષિયફ) કહેવાય છે.
 
બહારથી આ કીકી કાળા રંગની દેખાય છે જે વાસ્તવમાં પારદર્શક કાચ જેવું પડ હોય છે અને તેથી પ્રકાશના કિરણોને તે પડદા સુધી કેન્દ્રિત કરે છે અને આમ, દ્દશ્ય કે ચિત્ર સ્પષ્ટ્રપણે જોઈ શકાય છે. જો કોઈ કારણોસર આ કીકી દુધીયો કે ઝાંખી પડી જાય તો આંખની નજર ઓછી અથવા તો બધં થઈ જાય છે.
 
સામાન્ રીતે કીકીમાં ફલુ પડવાથી ચેપ કે રસી લાગવાથી, કેમિકલ પદાર્થ પડવાથી, વિટામીનની ઉણપ કે ખામીને લીધે, ઈજા કે જન્મજાત કે આનુવાંશિક રોગને લીધે કીકીને નુકસાન થાય તો કીકી ઝાંખી પડી જઈ શકે. આવી વ્યકિતઓની બગડેલી નુકસાનવાળી કીકીની સ્થાને તંદુરસ્ત કીકી મૂકવામાં આવે તો તેને ફરીથી દ્દષ્ટ્રિક્ષમ બનાવી શકાય છે. આ માટે હજુ સુધી કૃત્રિત કીકી ઉપલબ્ધ નથી તેથી મૃત્યુ પછી કરવામાં આવતા ચક્ષુદાન દ્રારા જ કીકી ઉપલબ્ધ બને છે.
 
સામાન્ય રીતે લોકોમાં એવી સમજ હોય છે કે કોઈપણ પ્રકારનો અંધાપો ચક્ષુદાનમાં મળતા ચક્ષુઓ પ્રત્યારોપણ કરી અને દૂર કરી શકાય છે. પરંતુ હકીકતમાં એવું નથી હોતું. માત્ર કીકીનો અંધાપો જ દૂર કરી શકાય છે અને દાનમાં મળેલ ચક્ષુમાંથી માત્ર કીકીનું જ પ્રત્યારોપણ થતું હોય છે. આખી આંખનું પ્રત્યારોપણ કરવું શકય નથી. અત્યારની નવી પધ્ધતિનો ઉલ્લેખ કરીએ તો કીકીનો ફકત આગળનો ખરાબ ભાગજ બદલવવાનો હોય છે.  અથવા તો ફકત પાછળનો ભાગજ બદલવાનો હોય છે. આવું કરવાથી એક ચક્ષુદાનથી ૪ કીકીથી અધં લોકોને રોશની મળી શકે છે. 
 
અત્યારના આધુનિક યુગમાં આધુનિક લેસર મશીનનો પણ આમાં ઉપયોગ થતાં કીકીના પ્રત્યારોપણની સફળતા ૮૦–૯૦% સુધી પહોંચી ગઈ છે જે બહુ જ સારું રીઝલ્ટ કહી શકાય.
 
આ માનવીય કાર્ય છે માટે કોર્નિયા સ્પેશ્યાલીસ્ટ ડોકટરો પણ આ ઓપરેશનમાં વધારે ચાર્જ નથી લેતાં કારણ કે અમે દાનમાં આવેલી આંખનો ચાર્જ નથી લેતાં અને ફકત નોમિનલ પ્રોસીજર ચાર્જ જ લઈએ છે જે બધાને પોસાઈ શકે તેમ છે. એમાં પણ મારી હોસ્પિટલમાં લાવવા લઈ જવાની સુવિધા છે જેમાં દર્દી જો રજસ્ટર્ડ હોય તો એને એક પણ રૂપિયો પણ આપવાનો રહેતો નથી.
 
જો તમે તમારા સ્નેહીજનને મૃત્યુબાદ પણ જીવીત રાખવા માગતા હો તો ચક્ષુદાન કરો. આ અતિ સારું સામાજિક કાર્ય છે જેના અમને મદદ કરો વધુ ને વધુ ચક્ષુદાન કરો. ચક્ષુદાન માટે ફકત એક ફોન કરો. ડો.ધર્મેશ શાહ અર્હમ આઈ બેંક લમીનગર ચોક પાસે, પંચવટી રોડ, મારૂતિ સ્કૂલ બાજુમાં રાજકોટ. 

Share this Story:

Follow Webdunia gujarati