કેટલા સોફ્ટ છે આ સોફ્ટ ડ્રિંક ?
સોફ્ટ ડ્રિંક, કોલ્ડ ડ્રિંક, પેપ્સી, કોક, મિરિંડા.. આ શબ્દ આપણા બાળકોના જીવનમાં સામાન્ય થતા જઈ રહ્યા છે. ટીવી પર બતાવવામાં આવતી જાહેરાતો દ્વારા આકર્ષીને આ ડ્રિંકસ આપણા અને આપણા બાળકોની જીંદગીમા લગભગ વણાઈ ગઈ છે. આપણે ક્યારેક એવુ સમજીએ છીએ કે આ ડ્રિંક્સ આપણા બાળકોમા એકદમ ઉર્જા ભરી દેશે. તો ક્યારેક આપણે આને સ્ટેટસ સિંબલ માનીને આપણા બાળકોને પીવાથી રોકતા નથી અથવા તો આપણે જ તેમને પ્રેરિત કરીએ છીએ. શુ આપણે ક્યારેય એ વિચારીએ છીએ કે આપણા આ પસંદગીના પીણા આપણા સ્વાસ્થય પર શુ અસર કરે છે. આવો જાણીએ હકીકત. શુ છે આ સોફ્ટ ડ્રિંક ?સોફ્ટ ડ્રિંક્સ નોન આલ્કોહોલિક ડ્રિંક્સ હોય છે અર્થાત તેમા આલ્કોહોલ નથી હોતુ. તેથી તે સોફ્ટ હોય છે. સોફ્ટ ડ્રિંક્સમાં કોલા, ફ્લેવર્ડ, વોટર, સોડાપાણી, લીંબૂ પાણી(જો સોડામાં હોય તો)આઈસ્ટ ટી વગેરે આવે છે. જેમા દૂધ અથવા દૂધથી બનેલા પદાર્થનો સમાવેશ નથી. હોટ ચોકલેટ, હોટ કોફી, મિલ્સ શેકનો તેમા સમાવેશ નથી. શુ હોય છે કોર્બોનેટેડ ડ્રિંક્સ ?સોફ્ટ ડ્રિંક્સ જેની અંદર ગેસ(કાર્બન ડાયોક્સાઈડ) હોય છે તે કોર્બોનેટેડ ડ્રિંક્સ કહેવાય છે. તેમા બધા પ્રકારના સોડા, કોક, કોલા પેપ્સી વગેરેનો સમાવેશ છે. શુ કરે છે સોફ્ટ ડ્રિંક આપણા શરીરમાં ? સોફ્ટ ડ્રિંકમાં મુખ્યત્વે બે પ્રકારના તત્વો વધુ છે - 1)શુગર, 2) ફોસ્ફોરસ. આ જ બે વસ્તુઓની અધિક માત્રા આને શરીર માટે નુકશાનદાયક સાબિત કરે છે. -
સોફ્ટ ડ્રિંક્સ જંક ફૂડની કેટેગરીમાં આવે છે. જંક ફૂડ્સમાં કેલોરીઝ અને ખાંડ વધુ માત્રામાં હોય છે, પરંતુ તેમની ન્યૂટ્રીશનલ વેલ્યૂ જીરો હોય છે તેથી વધુ માત્રામાં સોફ્ટ ડ્રિંક મતલબ જાડાપણું. -
કોલ્ડ ડ્રિંક્સમાં રહેલા ખાંડ અને એસિડ બાળકોના દાંત સડવાના ઘણા કારાણોમાંથી એક કારણ સામે આવ્યુ છે. આ ડ્રિંક્સમાં રહેલા એસિડ દાંતોના રક્ષા કવચને ધીરે ધીરે ખાવા માંડે છે. -
કોલ્ડ ડ્રિંક્સમાં રહેલ ગેસ(કાર્બન ડાયોક્સાઈડ)ને કારણે બાળકોના હાંડકામાંથી કેલ્શિયમ બહાર આવે છે. જેના કારણે તેમના હાડકાં નબળા પડે છે. આ ડ્રિંક્સમાં રહેલ વધુ માત્રામાં ફોસ્ફરસ પણ કેલ્શિયમને હાડકાંમાંથી બહાર કાઢે છે. -
તમને જાણીને કદાચ આશ્ચર્ય થશે પણ કોલ્ડ ડ્રિંક્સમાં કેફીન(કોફી ચા) નુ મુખ્ય તત્વ હોય છે જેને કારણે બાળકોને માથાનો દુ:ખાવો, ઉંધ આવવી, ચિડાચિડાપણું વગેરે તકલીફો ઉભી થઈ શકે છે.