Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

એપલ જ્યુસ પીવો

એપલ જ્યુસ પીવો
N.D

સ્વાસ્થ્ય બનાવવું અને સ્વસ્થ્ય રહેવું તે પોતાના હાથમાં હોય છે. આપણા ખાવા-પીવાનું એટલે કે આપણા ખોરાકનું ધ્યાન આપણે જ રાખવું જોઈએ અને શરીરને પૌષ્ટિકતા આપનાર પદાર્થ જ ખાવો જોઈએ.

અજાણતાપણે આપણે કોલેરેસ્ટ્રોલ વધારનારી વસ્તુઓનું સેવન કરી લઈએ છીએ અને આ હૃદયની બિમારીથી લઈને હૃદયને હાનિ પહોચાડનાર સાબિત થઈ શકે છે.

સ્વાસ્થ્ય સારૂ રાખવાનો સૌથી સીધી અને સરળ રીત છે મોસમી ફળોનું સેવન કરવું. સફરજન એક એવું ફળ છે જે હૃદય રોગથી બચાવે છે. જ્યાર સુધી સફરજન મળી રહે ત્યાર સુધી એક સવારે અને એક સાંજે તેનું સેવન અવશ્ય કરો.

દરરોજ સફરજન ખાનારને ક્યારેય પણ ડોક્ટરની પાસે જવાની જરૂરત પડતી નથી. જો થોડીક વધું મહેનત કરી શકતાં હોય તો સવાર-સાંજ એક એક ગ્લાસ જ્યુસનું સેવન કરો. આ ત્યાર સુધી કરિ જ્યાર સુધી બજારમાં તમને સફરજન મળી રહે.

યૂનિવર્સીટી ઓફ કેલિફોર્નિયાના શોધકર્તાઓએ એક પરિક્ષણમાં જણાવ્યું છે કે દરરોજ એક ગ્લાસ ફ્રેશ સફરજનનો જ્યુસ એલડીએલ કોલેસ્ટ્રોલની ઓક્સીડેશન પ્રક્રિયા ધીમી કરી દે છે.

Share this Story:

Follow Webdunia gujarati