આજે 24મી માર્ચે વિશ્વ ક્ષય દિન
ક્ષય રોગ એ ભારતનો સૌથી મોટા દુશ્મનોમાંનો એક છે-અભ્યાસ
આજે 24મી માર્ચે વિશ્વ ક્ષય દિન છે. આ એ રોગ છે કે જેના કારણે મહિલાઓ તેમનું ઘર ગુમાવે છે અને બાળકોને તેમની શાળામાંથી કાઢી મુકવામાં આવે છે અને પુરૂષો શરમ અનુભવે છે. ક્ષય રોગ એ ભારતનો સૌથી મોટા દુશ્મનોમાંનો એક છે. ટીબીની સામાજીક, આર્થિક અસરોનો અભ્યાસ કરવામાં આવ્યો હતો અને તેનાથી વિગતો જાણવા મળી છે કે દર વર્ષે ત્રણ લાખ બાળકો આ રોગના કારણે અનાથ બને છે અને આ રોગથી પીડિત એક લાખ કરતાં પણ વઘુ મહિલાઓનો તેમનો પરિવાર ત્યાગ કરે છે.
આ રોગથી પીડિત 75 ટકા મહિલાઓમાં ઘરમાંથી ત્યાગ થવાનો અને સામાજીક રીતે એકલીઅટુલી થઈ જવાનો ભય સતાવતો હોય છે. જો બાળકના માતાપિતાને આ રોગ થયો હોય તો તેમને પણ શાળામાંથી કાઢી મુકવામાં આવે છે.
અંત્રે ઉલ્લેખનિય છે કે, 1997-2006 વચ્ચે ચેન્નઈ સ્થિત ટ્યુબરકોલીસીસ રીસર્ચ સેન્ટર દ્વારા અનેક અભ્યાસો કરવામાં આવ્યાં હતાં, કે જેમાંથી એ વાતને સમર્થન મળ્યું હતું કે ક્ષય રોગની આવક, આરોગ્ય , શિક્ષણ અને પોષણ સહિત અનેક બાબતો પર અસર પડે છે.