Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

આંખોની બીમારી

આંખોની બીમારી

વેબ દુનિયા

, રવિવાર, 3 જૂન 2007 (10:30 IST)
ગરમીમા આંખોને પરેશાન કરતી બીમારી 'આઈ ફ્લુ'

કૂદરતે આપણને સૌથી કિમતી અને અમુલ્ય અંગ આપ્યું હોય તો એ છે આંખો. આંખો વગર તો આપણને આ રંગીન દુનિયા પણ કાળી લાગશે.
આમ તો હંમેશા આંખોની દેખરેખ કરવી જોઈએ પણ આંખોને ગરમીમા સૌથી વઘુ દેખભાળની જરુર હોય છે. કારણકે આ ઋતુમાં આંખોને નુકશાન પહોચાડનારા વાઈરસ વધુ સક્રિય હોય છે. જો નાની નાની તકલીફોનુ ઘ્યાન રાખવામાં ન આવે તો તે એક દિવસ મોટી બીમારીનું રૂપ લઈ લે છે. જેને વૈજ્ઞાનીક ભાષામાં આઈ ફ્લૂ કહે છે અને સામાન્ય વર્ગ અંખીયા મીલાકે કહે છે. આ બીમારી ગરમીમાં જ ફેલાય છે.

આ એક અત્યંત ચેપી રોગ છે. છે. રોગીના સંપર્કમાં આવનાર દરેક ને આ રોગ થવાની શક્યતા રહે છે. કહેવાય છે કે આ રોગીની લાલ આંખને જોતા જ તેનો ચેપ બીજાને લાગે છે પરંતુ એવું કશુ નથી, રોગી જો સાફ સફાઈનુ પૂરતું ઘ્યાન રાખે તો તેનુ સંક્રમણ અટકાવી શકાય છે.

આ રોગ થતા તુરંત ડૉક્ટરની સલાહ વગર કોઈ પણ દવા આંખમાં ન નાખવી જોઈએ. નહિ તો અંધાપો આવી શકે છે. આંખો પર વારે-ઘડીએ ઠંડા પાણીની છાલકો મારીને આંખોને સાફ રાખવી જોઇએ. આંખો પર ચશ્મા લગાવવાથી આપણા હાથ વારે ઘડીએ તે તરફ જતા નથી. આંખોમાં એલર્જી ફેલાવવા માટે ગરમીની ઋતુ અનુકૂળ હોવાથી આ મોસમમાં આ બીમારી વઘુ જોવા મળે છે.

Share this Story:

Follow Webdunia gujarati