દુનિયાભરના લોકોમાં માનસિક સમસ્યાઓ વધતી જઈ રહી છે. ઝડપથી ભાગી રહેલી જીંદગીનો આ સૌથી મોટો માઈનસ પોઈંટ છે. લોકોની પાસે હવે એકબીજાની સાથે બેસવા માટેનો પણ સમય નથી. પરિવારમાં એકલા રહેવાની પ્રવૃત્તિ, સંબંધો અને સમાજમાં આવતું દુરપણું અને મનમાં ચાલતી કોઈને કોઈ પ્રકારની ટકરાહટ આ બધી વસ્તુઓએ કેટલાયે પ્રકારની માનસિક વિકૃતિઓ તેમજ અસંતુલનને જન્મ આપ્યો છે. એક કિશોરથી લઈને મધ્યમવયના દરેક વ્યક્તિઓ આજે કોઈને કોઈ તણાવનો શિકાર બની રહ્યાં છે. આ હેરાનગતિ માટેનું સમાધાન પણ આપણા મગજમાં જ છે. તેને બહાર કાઢવા માટે તમારે જરૂર છે એક વિશેષજ્ઞની સલાહની.
હકીકતમાં ભાગતી અને એકદમ ઝડપી બનેલી જીંદગીમાં માનસિક સમસ્યાઓનું ઝાળું વધારેને વધારે ગુંચવાતુ જઈ રહ્યું છે. સંબંધોનું એકલાપણું અને ઝડપથી બધી જ વસ્તુઓ મેળવી લેવાની ઉતાવળ આ બધી જ વસ્તુઓ માણસના મગજને ચકરાધીન બનાવી દે છે અને આવી પરિસ્થિતિમાં જો માણસના હૃદય પર કોઈ ઘા થઈ જાય તો તે પોતાનું માનસિક સંતુલન ગુમાવી બેસે છે. તે ચિંતા અને દુ:ખમાં પોતાની જાતને બરબાદ કરી દે છે. આવી પરિસ્થિતિમાં અલ્ટરનેટિવ થેરાપીની ઘણી વિધિઓ લોકોની મદદ કરવામાં કારગર સાબિત થઈ છે.
આ વિધિની અંદર દર્દીના મગજ અને તેની પ્રક્રિયાઓનું વિશ્લેષણ કરીને તેને ફરીથી સકારાત્મક જીવન તરફ દોરી જવાનો પ્રયત્ન કરવામાં આવે છે. પાસ્ટ લાઈફ રિગ્રેશન થૈરાપીના અંતર્ગત કોઈનો પાછલો જન્મ અને આવનારી જીંદગીને સમજીને તેની સારવાર કરવાનો દાવો કરવામાં આવે છે. આ પ્રક્રિયા કેટલી સચોટ અને વિશ્વસનીય છે તેને તો કોઈ નથી જાણતું પરંતુ આને સ્વીકારનારા લોકો આનું સમર્થન અવશ્ય કરે છે. હવે તો અલ્ટરનેટીવ થેરપી માત્ર દર્દીઓ સુધી સીમીત ન રહેતાં તેને શીખનારાઓની સંખ્યા પણ વધી રહી છે.
પીએલઆરટીથી લઈને સમ્મોહન ચિકિત્સા તેમજ આત્મા મુક્તિ ઉપચાર જેવી અલ્ટરનેટિવ થેરપી ભલેને તમને અને અમને વિચિત્ર લાગે પરંતુ ભારતની અંદર આજે સૌથી વધારે વેચાતાં ઉપચારોની અંદર તેનો પણ સમાવેશ થઈ ગયો છે. તેમાં પણ ભણેલો વર્ગ આની વધારે નજીક છે. કારણ કે તેઓ આને માટે એફોર્ડ પણ કરી શકે છે. આના દરેક સેશન માટે ઓછામાં ઓછા દોઢ હજાર રૂપિયા ચુકવવા પડે છે. આ ઉપરાંત આ ફીસ કોઈ મોટી સંસ્થા કે ડોક્ટરના નામ માત્રથી વધારે હોઈ શકે છે. તેને માટે મોટા મોટા શહેરોમાં ભવ્ય ક્લિનીક પણ છે અને તેમાં રાત દિવસ ભીડ લાગેલી રહે છે. આમાં મોટાથી મોટા ઈંડસ્ટ્રીઆલીસ્ટથી લઈને પ્રોફેસર, આઈટી પ્રોફેશલન્સ અને અહીંયા સુધી કે ડોક્ટરોનો પણ સમાવેશ થાય છે. તેમાં અલ્ઝાઈમરથી લઈને હાઈપરથાઈરોઈડિઝમ, ઓસ્ટિયોઆર્થરાઈટિસ, ઈંસોમ્નિયા તેમજ આક્રમકતા સુધીની સારવાર કરવામાં આવે છે. આ ચલણને જોઈને એવું લાગે છે કે હવે તેને નાના શહેરો અને ગામડાઓ સુધી પહોચતાં પણ વાર નહિ લાગે.