Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

વિશ્વ અસ્થમા દિવસ - વધી રહ્યો છે અસ્થમા એટેક

વધી રહ્યો છે અસ્થમા એટેક

વિશ્વ અસ્થમા દિવસ - વધી રહ્યો છે અસ્થમા એટેક
બદલતી જીવન શૈલી અમારા યુવાઓ માટે સંકટ બની ગઈ છે. શહેરોમાં ખતમ થતી રમતો, મેદાનથી ઈંડોર ગેમ્સ તરફ વધેલ ગેમ્સનુ ચલન યુવાઓને અસ્થમાન દર્દી બનાવી રહ્યો છે. પરિસ્થિતિ એટલી ખતરનાક છે કે અસ્થમાના કુલ દર્દીઓમાં હવે યુવાઓ અને બાળકોની સંખ્યા મોટેરાઓ કરતા ડબલ થઈ ગઈ છે. 

વિશેષજ્ઞોનુ માનીએ તો રમતના મેદાનની કમીને કારણે યુવા ઈંડોર ગેમ્સને પ્રાથમિકતા આપી રહ્યા છે. ઈડોર ગેમ્સ દરમિયાન ઘરના પડદાં, ગાલીચા અને કારપેટમાં લાગેલી ધૂળ તેમને માટે ખૂબ જ ખતરનાક સાબિત થઈ રહી છે. તેનાથી તેમનામાં એલર્જી અને અસ્થમાની સમસ્યા થઈ રહી છે. વિશેષજ્ઞોનુ કહેવુ છે કે જ્યા સુધી આપણે યુવાઓને માટે સંતુલિત જીવન શૈલીને પસંદ નહી કરીએ, આ સમસ્યા વધતી જશે. આટલુ જ નહી ઘરની ચાર દિવાલોમાં બંધ રહેનારા યુવા જ્યારે કોલેજ જવા માટે ઘરની બહાર નીકળશે તો વાતાવરણમાં ધૂળ અને ધુમાડાના કણથી પણ તેમને એલર્જી થવાની શક્યતા વધી જાય છે.

ઋતુ બદલતા જ વધતી સમસ્યા - એલર્જી અને અસ્થમાના લક્ષણ બાળકોમાં એ સમયે પ્રગટ થાય છે, જ્યારે ઋતુમાં કોઈ બદલાવ આવે છે. વિશેષજ્ઞ કહે છે કે મઘ્યમ વયના કુલ લોકોમાંથી 5 થી 10 તકા લોકોને એલર્જી અને અસ્થમા છે, જ્યારે કે કિશોરો અને યુવાઓમાં આનુ પ્રમાણ 8 થી 15 ટકા છે.

વાયરલ ઈંફેક્શનથી થાય છે શરૂઆત - વાયરલ ઈંફેક્શનથી જ અસ્થમાની શરૂઆત થાય છે. યુવા જો વારંવાર શરદી, તાવથી પરેશાન હોય તો આ એલર્જીનો સંકેત છે. યોગ્ય સમય પર સારવાર કરાવીને અને સંતુલિત જીવન શૈલીથી બાળકોને એલર્જીથી બચાવી શકાય છે. સમય પર સારવાર નહી મળી, તો ધીરે ધીરે તે અસ્થમાના દર્દી બની જાય છે.

મુખ્ય કારણો

ઈંડોર ગેમ્સને પ્રોત્સાહન
વાતાવરણ પ્રત્યે પ્રતિકૂળતા
આનુવંશિકી
પ્રદૂષણ
હવામાં રહેલા પરાગકણ
સ્મોકિંગ
લાઈફ સ્ટાઈલમાં બદલાવ

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

વિશ્વ અસ્થમા દિવસ - કોણે કોણે અસ્થમાં થઈ શકે છે