Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

કૂતરુ કરડી ગયું છે તો કરો સૌથી પહેલા આ 5 કામ, નહીંતર…

કૂતરુ કરડી ગયું છે તો કરો સૌથી પહેલા આ 5 કામ, નહીંતર…
, રવિવાર, 17 ફેબ્રુઆરી 2019 (07:32 IST)
ઘરની આસપાસ અનેક રખડું કૂતરા ફરતા હોય છે. જેને અનેક પ્રકારની બીમારીઓ લાગેલી હોય છે. અનેકવાર ઘરની બહાર ફરતી વખતે અચાનક કૂતરું કરડી લે છે જેનાથી ખૂબ દુખાવો થાય છે. આવારા રખડુ કૂતરા કરડવાથી રૈબીઝના કીટાણુ શરીરમાં ચાલ્યા જાય છે. જેનાથી વ્યક્તિને હાઈડ્રોફોબિયા કે પાગલપન જેવી સમસ્યા થઈ શકે છે. કૂતરાના કરડવાના ઘા ને સારી રીતે પાણીથી સાફ કરવો જોઈ અને તરત ડોક્ટર પાસે જવુ જોઈએ. પણ અનેકવાર હોસ્પિટલ નિકટ ન હોય તો આવામાં ઈંફ્કેશનથી બચવા માટે તરત ઘરેલુ ઉપચાર કરી શકો છો. આવો જાણીએ શુ ફર્સ્ટ એડ પોતાને કે અન્ય વ્યક્તિને આપવી જોઇએ.. તો ચાલો જોઇએ શુ કરવું જોઇએ.
1. – જે જગ્યા પર કૂતરો કરડી ગયું છે તે જગ્યા પર પાણીની તીવ્ર ધારથી ઘણી વાર ધુઓ જેથી બેક્ટેરિયા અને જીવાણું ત્યાંથી સાફ થઇ જાય છે. જો તમારા ઘરે એંટીબેક્તીરિયલ સાબુ હોય તો તેનો પણ ઉપયોગ કરી શકો છો. 
 
2. ત્યારબાદ જો ઘામાંથી લોહી નીકળી રહ્યું છે તો તેને રોકવું ખૂબ જરૂરી હોય છે. તેના માટે તમારે અસરકારક ભાગને જોરથી દબાવી રાખો.
 
3. કૂતરાના કરડવા પર સૌથી જરૂરી છે કે તમે પોતાને કૂતરાના કરડવા પર થતા ઇન્ફેક્શનથી બચાવો. તેના માટે અસરકારક ભાગને સાફ કરીને તરત એન્ટી 
 
બાયોટિક ક્રીમ લગાવો. જેનાથી ઇન્ફેક્શન ફેલાવવાની આશંકા ઓછી થઇ જાય.
4. એન્ટી બાયોટિક ક્રીમ લગાવ્યા બાદ કૂતરુ કરડ્યુ હોય તે જગ્યા પર પટ્ટી બાંધી લો. જેથી ઘા પર ફરી વખત ઇન્ફેક્શન થવાનો ખતરો રહેશે નહીં.
 
5. આ ફર્સ્ટ એડ પોતે કર્યા બાદ જલદી થી જલદી ડોક્ટરની પાસે જાઓ અને તરત જ ઇન્જેક્શન લઇ લો.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

આ સેક્સ ગેમ્સથી વધારો પાર્ટનરની ઉત્તેજના