Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

આરોગ્ય - સ્વાદના શોખીન ગુજરાતીઓની સૌથી મોટી સમસ્યા ગેસ-અપચો

આરોગ્ય - સ્વાદના શોખીન ગુજરાતીઓની સૌથી મોટી સમસ્યા ગેસ-અપચો
, શુક્રવાર, 22 સપ્ટેમ્બર 2017 (19:46 IST)
આપણા ગુજરાતીઓની ખાસીયત કહો કે નબળાઈ પણ તે સ્વાદના શોખીન હોય છે. હોટલમાં જાય કે લપ્રસંગમાં જાય ત્યારે ધરાઈને જમે છે. પછી ભલે પેટ ફાટ–ફાટ થાય તો પણ સ્વાદનો ચસ્કો છૂટતો નથી. કોળીયા ગળા સુધી આવી ગયો હોય તેમ છતાં સ્વાદિષ્ટ્ર વાનગીઓની મમતા છૂટતી નથી અને પરિણામે બીજા જ દિવસથી પેટની પરેશાની શરૂ થાય છે. જો આનું તાત્કાલિક નિદાન અને સારવાર કરવામાં ન આવે તો ગંભીર પરિણામ આવી શકે છે. આજે આવીજ કંઈક બિમારીની વાત કરવી છે.
 
ગેસ–એસીડીટી એટલે શું ?
 
ડીસ્પેપ્સીયા ગેસ – મતલબ પાચનમાં ગરબડ પરંતુ હકીકતમાં પાચનમાં કઈં વાંધો હોતો નથી. મોટાભાગના લોકો ગેસ એટલે નબળું પાચનતત્રં સમજે છે પરંતુ જમ્યા પછી લાંબા સમય સુધી પેટ ભરેલું રહે છે જેને ગેસ કહેવાય છે.
ગેસ્ટ્રો, ઈસોફેઝીયલ, રીફલ્ક્ષ, ડીસીઝ 
 
છાતીમાં બળતરાની સંવેદના એસીડીટી
 
પેટ (જઠર)નો એસિડ ઉપર અન્નનળીમાં જાય છે.
 
શું એસીડીટી સામાન્ય છે ?
 
એસીડીટીના લક્ષણો લગભગ દરેક જણ અનુભવે છે પરંતુ જો આ લક્ષણો અઠવાડિયામાં બેથી વધુ વાર દીર્ધ સમય સુધી રહે તો એસિડનો વિકાર થયાનો સંકેત હોઈ શકે છે.
 
લગભગ ૩૦–૪૦ ટકા લોકોને મહિનામાં એક વખત, જયારે ૧૦–૨૦ ટકા લોકોને અઠવાડિયામાં એક બે વખત છાતીમાં બળતરા થાય છે.
 
આજે લોકોનું જીવન સતત ચિંતા, ધમાલિયું અને વ્યસની બની ગયું છે. બહારના તીખા અને મરી મસાલાવાળા ખોરાક જમવાનું પ્રમાણ પણ વધ્યું છે. જેથી આ રોગના દર્દીઓ સૌરાષ્ટ્ર્ર અને ગુજરાતમાં સતત વધી રહ્યા છે.
 
એસીડીટીના લક્ષણો શું છે ?
 
છાતીમાં દાહ–બળતરા, મો મા ખાટા–તીખા ઓડકાર, ઓછું જમવા છતાં પેટ જલદી ભરાઈ જવું, અપચો, માથું દુ:ખવું, રાત્રે ઉંધમાં ખલેલ પહોંચવી, હેડકી, ભૂખ મરી જવી, ઉબકા, ઊલટી થવી, ખોરાક ગળવામાં મુશ્કેલી થવી, વજનમાં ઘટાડો વિગેરે
 
એસીડીટીથી અન્નનળી સિવાય બીજે કયાંય નુકસાન થાય છે ?
 
હા, અવાજ બેસી જવો, સૂકી ખાંસી(લાંબો સમય), ગળાનો દુ:ખાવો, દાંતનો દુ:ખાવો વિગેરે
એસીડીટી થવાના કારણો કયા કયા છે ?
 
મેદસ્વીપણુ, હાયટસ હાર્નિયા (સાસણ ગાંઠ–અન્નળીનો નીચેનો ભાગ પહોળો થઈ જવો), ધ્રુમ્રપાન, ડાયાબિટીસ, દુ:ખાવાની દવાઓ વિગેરે
 
શું એસીડીટી કોઈ ઈન્ફેકશનથી થઈ શકે ?
 
ના, પરંતુ એસીડીટીનો હેલીકોબેકટર પાયલોરી બેકટેરીયા સાથે સંબધં છે. ૮૦ ટકા ભારતીયોમાં હોજરીમાં આ ઈન્ફેકશન જોવા મળે છે. જે ખોરાક અથવા પાણી મારફતે પેટમાં આવે છે. આ બેકટેરીયાથી લાંબા સમયે અલ્સર–ચાંદા અથવા હોજરીનું કેન્સર થઈ શકે છે.
 
શું ડાયબિટિસના દર્દીઓને ગેસનો પ્રોબ્લેમ વધુ થાય છે ?
 
હા, લાંબા સમયથી ચાલ્યો આવતો અને ખરાબ રીતે નિયંત્રિત ડાયાબિટિસ પેટમાં રહેલા જ્ઞાનતંતુઓને હાનિ પહોંચાડે છે. આના કારણે ડાયાબિટિક ગેસ્ટ્રોપરેસીસ અથવા વિલંબથી પેટ ખાલી થવાની સ્થિતિ થાય છે. જેમાં જઠરમાંથી નાના આંતરડા સુધી ખોરાક જવાની ગતિ મદં પડે છે અને દર્દીને જમ્યા પછી વધુ સમય સુધી પેટ ભરેલું લાગે છે. બેચેની થાય છે. ગેસ થાય છે.
 
એસીડીટી ગેસનું નિદાન કેવી રીતે થાય છે?
 
સામાન્ય રીતે લોકો શરૂઆતમાં ઓવર ધ કાઉન્ટર દવાઓ એસીડીટી–ગેસ માટે લેતાં હોય છે. ત્રણથી ચાર અઠવાડિયા સુધી આવી દવાઓ એકાદ વખત લઈ શકાય, પરંતુ જો લક્ષણો વારંવાર થાય અથવા આવી દવાથી રાહત ન થાય તો ગેસ્ટ્રોએન્ટરોલોજીસ્ટને બતાવવું જોઈએ. એન્ડોસ્કોપથી આ રોગનું સચોટ નિદાન થઈ શકે છે.
 
એન્ડોસ્કોપી એટલે શું ?
 
એન્ડોસ્કોપી એ મોં વાટે દૂરબીન (એન્ડોસ્કોપ)થી થતી અન્નનળી, હોજરી અને નાના આંતરડાની તપાસ છે. લાંબી નળીના છેડે દૂરબીન ગોઠવેલું હોય છે. જેનાથી પેટની અંદરનો ભાગ, બહાર મોનીટરમાં જીવતં દેખાય છે. સામાન્ય રીતે 5થી 10 મિનિટ જેટલો સમય લાગે છે. દર્દીને બેભાન કરવામાં આવતા નથી, ફકત મોંમાં દવા આપી ગળાનો ભાગ બહેરો કરવામાં આવે છે. એન્ડોસ્કોપી બિલકુલ સલામત પ્રક્રિયા છે. તેમાં કોઈ ભય કે જોખમ નથી.
 
એન્ડોસ્કોપીની સલાહ કયારે આપવામાં આવે છે ?
 
એસીડીટીના લક્ષણો દર્દીને વારંવાર થતાં હોય અથવા સામાન્ય દવા લીધા પછી રાહત ન થતી હોય ત્યારે  ભયજનક લક્ષણોની હાજરી હોય ત્યારે જેવા કે ઉંમર 55 વર્ષથી વધુ, 10 ટકાથી વધુ વજનનો ઘટાડો, ઊલટીમાં લોહી અથવા કાળો ઝાડો, સતત એક અઠવાડિયાથી વધુ ઊલટી ચાલુ રહેવી, ખોરાક ગળે ઉતારવામાં તકલીફ થવી અથવા અટકવો, પેટમાં ગાંઠનો અનુભવ થવો, ઘરમાં સગાને હોજરીનું કેન્સર હોવું, લોહીમાં હિમોગ્લોબીનનું પ્રમાણ ઘટી જવું
 
ગેસ એસીડીટીની સારવાર શું છે ?
 
સારવાર ચાર જુદી જુદી રીતે થઈ શકે છે. જીવન શૈલીમાં ફેરફાર, દવાઓ, એન્ડોસ્કોપી, સર્જરી–ઓપરેશન.
 
જીવનશૈલીમાં ફેરફાર:–
 
મેદસ્વી વ્યકિતએ વજન ઘટાડવું, તગં કપડા પહેરવાનું ટાળવું, ખોરાક ચાવવો અને ધીમ–ધીમે ભોજન લેવું (જમવામાં ન્યનત્તમ ૨૦–૩૦ મિનિટ જોઈએ), તણાવ ઓછો કરવો, પલંગનો માથાનો ભાગ ઉંચો રાખવો, દિવસમાં ૩થી ૫ વખત થોડું થોડું જમવું, ભૂખ હોય એનાથી ૨૦ ટકા પેટ ખાલી રાખવું, ધ્રુમપાનતમાકુ વ્યસન બંધ, જમ્યા પછી તરત સૂવું નહીં (જમવા અને સૂવા વચ્ચે ૨–૩ કલાક અંતર હોવું જોઈએ)
 
કયા ખોરાક ટાળવા જોઈએ
 
તીખા, મરી–મસાલાવાળા, જકં ફડ, ફાસ્ટફડ, આથાવાળી વસ્તુઓ, વધુ ચરબીવાળા, તેલ, ઘી વિગેરે, ચોકલેટ, કોફી, ચા, કોલા, ઠંડાપીણા, આલ્કોહોલ, કેફી દ્રવ્યો.
 
દવાઓ:
 
એન્ટાસીડ: ઝડપી રાહત આપે છે પરંતુ અસર લાંબો સમય રહેતી નથી. પ્રોટોન–પંપ–ઈન્હીબીટર આ મુખ્ય દવા છે. ઓમીપ્રાઝોલ, રાબીપ્રાઝોલ, પેન્ટોપ્રાઝોલ, ઈલાપ્રાઝોલ, ઈસોમીપ્રાઝોલ વિગેરે. સવારે નાસ્તાની ૩૦ મિનિટ પહેલા, દિવસમાં એકજ વખત લેવાની હોય છે. દવાની અસર 24 કલાક રહે છે.
 
પ્રોકાઈનેટિકસ
 
આ દવા હોજરીને ઝડપથી ખાલી કરવામાં મદદ કરે છે. ડાયાબિટિસ ગેસ્ટ્રોપરેસીસ, એકલા પીપીઆઈથી રાહત ન થતી હોય અથવા જમ્યા પછી વધુ ગેસ અથવા પેટ ભારે લાગતું હોય એવા દર્દી માટે આ દવા વાપરવામાં આવે છે. ડોમપેરીડોન, સીનીટાપ્રાઈડ, ઈટોપ્રાઈડ, લીવોસલપ્રાઈડ વિગેરે.
 
એન્ડોસ્કોપી
 
લાંબા સમયથી એસીડીટીના કારણે અન્નનળીનો ભાગ સંકોચાઈ જાય છે. જેને સ્ટીરાઈકયુટર કહે છે. દૂરબીનથી અન્નનળીમાં ધાતુનો વાયર નાંખી તેના ઉપર બુગી ડાયલેટરથી માર્ગ પહોળો કરી શકાય છે.
 
શક્રક્રિયા–ઓપરેશન
 
લગભગ ૪ ટકાથી ઓછા લોકોમાં ઓપરેશનની જરૂર પડે છે. અતિશય મોટું હાયટસ હર્નિયા હોય એવા દર્દીઓને લેપ્રોસ્કોપિક ઓપરેશનની સલાહ આપવામાં આવે છે.
 
એસીડીટી લાંબો સમય રહે અને સમયસર સારવાર ન કરવામાં આવે તો શું થઈ શકે ?
 
અન્નનળીમાં નીચેના ભાગમાં ચાંદા પડી શકે, રકતક્રાત થાય, અન્નનળીમાં કેન્સર થઈ શકે છે. અન્નનળી સાંકળી થઈ શકે. 
 
લાંબો સમય એસીડીટીની દવા લેવાથી થતી આડ અસર
 
સામાન્ય રીતે પીપીઆઈ એ સલામત દવા છે, પરંતુ કોઈપણ વસ્તુનો અતિરેક ઝેર બરાબર છે એમ લાંબો સમય પીપીઆઈ નામની એસીડીટીની દવાથી હાડકા નબળા પડી શકે છે. હાડકામાં તિરાડ પડી શકે છે. પરંતુ આ બધું 10–15  વર્ષ સુધી સતત પીપીઆઈ લેવાથી થઈ શકે છે. 
 
પેટ અને આંતરડાના રોગોથી બચવા શું સાવધાની રાખવી જોઈએ ?
 
જમતા પહેલા સાબુથી હાથ ધોવા, નખ નિયમિત કાપવા, તાજો ખોરાક લેવો, ઉકાળેલું પાણી પીવું, લીલા શાકભાજી, ફળ, દહીં વધુ લેવા. એસીડીટીના લક્ષણોમાં સામન્ય દવા લેવા છતાં અથવા જીવનશૈલીમાં ફેરફાર કરવા છતાં રાહત ન થાય તો સમયસર યોગ્ય ડોકટરની સલાહ લેવી ખુબજ જરૂરી છે

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતી રેસીપી- મોહન ભોગ