Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

શિયાળામાં સૌથી અસરકારક: સરસવ

શિયાળામાં સૌથી અસરકારક: સરસવ
W.D

સરસવનો ઉપયોગ ખાસ કરીન તેલ કાઢવામાં આવે છે અને આનુ શાક પણ બનાવવામાં આવે છે. ખાસ કરીને ઉત્તર ભારત અને પંજાબમાં સરસોનું શાક અને મકાઈના રોટલા ખુબ જ વખણાય છે. સરસવનો ઉપયોગ ઘરેલુ ઈલાજ માટે પણ કરવામાં આવે છે.

ગુણ : સરસોનો રસ સ્નિગ્ધ, કડવો, તીખો, ગરમ, કફ અને વાતનાશક, રક્તપિત્ત અને અગ્નિવર્ધક, ખુજલી, કોઢ, પેટના કૃમિને નાશ કરનાર હોય છે.

પરિચય : આ વનસ્પતિ આખા ભારતની અંદર પેદા થાય છે. આને ઓક્ટોમ્બરની શરૂઆતમાં વાવવામાં આવે છે અને ફેબ્રુઆરી તેમજ માર્ચ દરમિયાન આની કાપણી થાય છે. આના તેલને કડવું તેલ પણ કહેવામાં આવે છે.

ઉપયોગ : આના બીજ અને તેના તેલને ઔષધિ તેમજ ખાવાના રૂપે ઉપયોગમાં લેવામાં આવે છે.

* સરસોનું તેલ વાતનાશક અને ગરમ હોય છે, તેથી વાના રોગને દૂર કરવામાં માટે આની માલિશ ગુણકારી હોય છે. સાંધાનો દુ:ખાવો, હાડકાનો દુ:ખાવો, વા, છાતીમાં દુ:ખાવો, બ્રોંકાઈટીસનું કષ્ટ તેની માલિશથી દૂર થઈ જાય છે.
webdunia
N.D

* આના તેલને ગરમ કરીને 2-2 ટીંપા કાનમાં નાંખવાથી વાતજન્ય દુ:ખાવો દૂર થઈ જશે.

* સરસોના દાણાને દૂધમાં નાંખીને ઉકાળો જ્યારે દૂધ બળી જ્યાર ત્યારે સરસોને સુકવીને પીસી લો. આ ચુર્ણને પાણીમાં ભેળવીને તેની ઉબટન બનાવી લો. આ ઉબટનને શરીર પર સ્નાન કરતી વખતે લગાવો. તેનાથી ત્વચાના રંગમાં નિખાર આવે છે.

* કફવાળી ઉધરસને દૂર કરવા માટે સરસોને પીસીને તેમાં મધ ભેળવી લો અને તેને દિવસમાં 3-4 વખત ચાટો.

* સરસો અને બાઉચીના બીજને સરખા ભાગે લઈને પાણીમાં પીસી લો. આનો લેપને સોજો આવ્યો હોય ત્યાં લગાવવાથી સોજો ઉતરી જાય છે.

* પેઢા પીળા થઈ ગયાં હોય અને તેમાંથી લોહી અને પસ આવતો હોય તેમજ દુ:ખાવો થતો હોય અને દુર્ગંધ આવતી હોય તો 1-2 ચમચી સરસોનું તેલ અને અડધી ચમચી એકદમ ઝીણું વાટેલુ મીઠું ભેળવીને મોઢામાં મુકી દો. આને અડધા કલાક સુધી મોઢામાં રહેવા દો અને મોઢામાં લાળ વધે તો ધીમે ધીમે થુંકતા રહો. અડધા કલાક સુધી ધીમે ધીમે થુંકતા રહો અને ત્યાર બાદ પાણીથી કોગળા કરી લો. આ ખુબ જ અસરકારક પ્રયોગ છે.

Share this Story:

Follow Webdunia gujarati