ચિંતાથી બચવા માટે સૌથી જરૂરી છે તમે તમારી જાતને વ્યસ્ત રાખો. ખાલી મગજને વધારે ચિંતાઓ હેરાન કરે છે. જો તમારા રોજીંદા કામ છતાં પણ જો તમારી પાસે ટાઈમ રહેતો હોય તો લોકો સાથે જોડાઈ રહો. રંગ-બિરંગી ફૂલોને જુઓ તેનાથી પણ મન પ્રફૂલ્લિત થઈ જશે. બાળકોની કિલકિલાહટ, ઘરડાઓની શિખામણ, કહેવતો, નુસખા વગેરેને અનુભવિ જુઓ ત્યાર બાદ જુઓ આ નાની પરંતુ વિચાર બદલી દેનાર વસ્તુઓનો પ્રભાવ કેવો પડશે.
વિચારો પણ સકારાત્મક
જ્યારે તમે નવરા બેઠા હોય ત્યારે કામ વિનાની વાતો વિચારો છો. વિચારો ઘણું વિચારો પણ તે પણ વિચારો કે તમે વિચારી વિચારીને વાતોનો પહાડ તો ઉભો નથી કરી દિધોને. બસ આની વચ્ચે તમારે તે પણ વિચારવું જરૂરી છે કે કયા કામ છે જે તમારી માટે જરૂરી છે જેનાથી તમારૂ કઈક સારૂ થાય. જો કામ જરૂરિયાત વિનાના હોય તો તેને તમારા મગજમાંથી કાઢી નાંખો.
પોતાની વિશ્વાસની વ્યક્તિ બનાવો
કોઈ ચિંતા કે સમસ્યા હોય તો કોઈ વિશ્વાસપાત્ર વ્યક્તિને જણાવીને પોતાનું મન હળવું કરો. મનની કોઈ પણ ચિંતા સમસ્યાને તમારી નજીકની કોઈ વ્યક્તિને કહેવાથી તમારી ચિંતાને તે ઘણી હદે દૂર કરી શકશે. જો કોઈ તમને કહે તમારી ચિંતા અને સમસ્યા મને આપી દો તો તુરંત જ તેને જણાવી દો અને જો મન ખુબ જ ભરાઈ આવ્યું હોય તો રોઈ પણ લો તેનાથી મન હળવું થઈ જશે. દુ:ખદ ઘટનાઓ ગમે તેટલી ખરાબ કેમ ન હોય પરંતુ જો વાત કહેવાથી જ મનને રાહત મળતી હોય તો જણાવી જ દો. નહીતર નકામી ચિંતામાં તમે ઘરકાયેલા રહેશો.
ચિંતાથી મુક્ત રહેવા માટે તમારે કોઈ પણ કામ બોજ સમજીને ન કરવું જોઈએ. ઘર હોય કે ઓફીસ દરેક માટે જરૂરી છે ખુબ જ હળવું વાતાવરણ અને તે ત્યારે જ સંભવ બનશે જ્યારે તમે ખુશ હશો. તેનાથી તમારો માનસિક તણાવ પણ ઓછો થશે. નહીતર જીવનની અંદર જટિલતાઓ વધતી જ જશે. તેથી હંમેશા હસતા રહો.