આગથી બળવાની ઘટનાઓ તો ક્યારેક ગંભીર હોય છે. જેનાથી જાન-માલને પણ નુકનાશ થાય છે. ઘરની અંદર કામ કરતી વખતે આગ લાગીને બળવાની ઘટનાઓ તો થતી જ રહે છે.
બળનારી વ્યક્તિના જીવનની રક્ષા માટે સૌથી પહેલાં જાણી લો કે તેની નળીમાં કોઈ તકલીફ ન હોય, નસોનું સંચાલન સરખી રીતે થતું હોય, લોહી વહેતું ન હોય, તેનું જીવન વધારે ખતરામાં ન હોય. જો કોઈ વ્યક્તિના કપડામાં આગ લાગી હોય તો આગ હોલવવા માટે કોઈ ધાબળો, કે કોઈ મોટા કપડામાં લપેટવી જોઈએ. એ વાતનું ધ્યાન રાખો કે જેટલી જલ્દી આગ હોલવાઈ જશે તેટલું શરીરને નુકશાન ઓછું થશે.
તો તેના માટેના પ્રાથમિક ઉપચાર અહીં આપવામાં આવ્યાં છે.
* શરીર પર બનેલા છાલાને ફોડશો નહિ. બળેલી ચામડી અને ઘાને પણ ફોડશો નહિ.
* શરીર પર પહેરેલા ઘરેણાં જેમકે બંગડી, વીંટી વગેરેને ઉતારી દો.
* બળેલી વ્યક્તિના શરીર પરથી બળેલા કપડાંઓને દૂર કરી દો.
* રોગીને પેટ્રોલીયમ જેલી, માખણ કે અન્ય કોઈ જ્વલનશીલ પદાર્થ ક્યારેય પણ ન લગાડશો કેમકે તે બળેલા ભાગને વધારે બાળે છે.
* હોસ્પીટલ લઈ જતાં પહેલાં જો શક્ય હોય તો સાફ ટુવાલન પડની વચ્ચે બરફ મુકીને બળેલા ભાગ પર મુકી દો. અનાથી અડધાથી ત્રણ કલાકની અંદર બળતરા ઓછી થઈ જાય છે.