Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

પૌષ્ટિક ભોજનથી બિમારી ભગાવો

પૌષ્ટિક ભોજનથી બિમારી ભગાવો
NDN.D

આપણા ઘરડાઓ હંમેશા આપણી ખાણી-પીણીની આદતોને લઈને આપણને ટોક્યા કરે છે. જ્યારે તેઓ આપણને કહે છે કે કાચર-કુચરની જ્ગ્યાએ રોટલી શાક વધારે ખાવ તો આપણને ખોટુ લાગે છે. પરંતુ ઘણી વૈજ્ઞાનિક શોધ હવે તે સાબિત કરી રહ્યાં છે કે અનાજ, ફળ, શાકભાજી વગેરેનું સેવન ઘણી તકલીફોમાં રાહત પહોચાડવાનું પણ કામ કરે છે. તો આવો જાણીએ.

ડિપ્રેશન
વિટામીન ફોલોડ તથા ફોલીડ એસીડ તેમજ વિટામીન બી-6ની ખામીથી ડિપ્રેશન જેવી તકલીફો જોડાયેલી હોય છે. જો તમે તમારા ભોજનમાં તે વસ્તુઓનો સમાવેશ કરો તો ઘણી હદ સુધી ડિપ્રેશનના સ્તરને ઓછું કરી શકો છો. એવોકાડો (ફળ), ઘઉંના ફાડા, સંતરા, લીલી શાકભાજી આ બંનેના સ્ત્રોત છે. આ સિવાય ઓમેગા-3 ફેટનું સેવન પણ ડિપ્રેશન ઘતાડવામાં માદદ લાગે છે.

હાઈ બ્લડ પ્રેશર
હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓને ભોજનમાં મીઠાની વધારે માત્રાથી બચવું જોઈએ. કેમકે ફળો અને શાકભાજીમાં રહેલ પોટેશિયમ શરીરની અંદર વધારે મીઠાના પ્રભાવને સંતુલીત કરે છે જેથી કરીને તેમને વધારેમાં વધારે શાકાભાજી અને ફળોનું સેવન કરવું જોઈએ. આ રીતે જ મૈગ્નેશીયમ તેમજ કેલ્શીયમ પણ બ્લડ પ્રેશર કંટ્રોલ કરવામાં મદદ પણ કરે છે. જેથી કરીને ખાવામાં તેમના સ્ત્રોત એટલે કે આખા અનાજ, કોળુ, મગફળી તેમજ જરદાવાળા ફળોનો સમાવેશ કરવા જોઈએ.

હદય રોગ
સૌથી પહેલા ખરાબ કોલેસ્ટ્રોલ લેવલમાં ઉણપ લાવવા માટે ખાવામાં તેલ અને મસાલાનો ઉપયોગ ઓછો કરી દો. ફળો અને શાકભાજી વધુ ખાવ આની અંદર રહેલ વિટામીંસ તથાફાયટોકેમીકલ્સ કોલેસ્ટ્રોલના ઓક્સીડેશન પર રોક લગાવે છે જેનાથી કોલેસ્ટ્રેલની ધમનીઓમાં જામવાની આશંકા ઓછી થઈ જાય છે. ભોજનમાં ફાયબરયુક્ત પદાર્થોની માત્રા વધારી દો. આના માટે લીલા કઠોળ, દાળો, ઘઉંના ફાડા, લાપસી વગેરેનું સેવન વધારે કરો. ઓમેગા-3 ફૈંટી એસીડને પણ ડાયેટમાં સમાવેશ કરો. તમે સંતુલીત માત્રામાં ચા તથા સોયા પદાથોનું સેવન પણ કરી શકો છો.

પીમેઅટ
પ્રી મેંસ્ચુરલ ટેંશન કે માસિક ધર્મના પહેલાની તકલીફો ખાસ કરીને લો બ્લડ સુગર લેવલને કારણે વધી જાય છે. આના માટે તમારી સાઈકલ પૂર્ણ થાય તેના બે અઠવાડિયા પહેલા બટાકા જેવી વસ્તુઓથી બચો તથા ઘઉંના ફાડા, આખા અનાજ, સલાડ વગેરેના સેવન પર વધારે જોર આપો. સાથે વિટામીન બી-6, કેલ્શિયમ તથા વિટામીન ડીથી ભરપુર ખાદ્ય પદાર્થ કેળા, દાળ, જરબવાળા ફળ, લો ફેટ ડેરી પ્રોડક્ટ વગેરે તમારા ખોરાકની અંદર સમાવેશ કરો. હા અહીંયા પણ મીઠાનું સેવન થોડુક ઓછુ કરો.

ઓસ્ટિયોપોરોસિ
હાડકાઓ માટે સૌથી ઉત્તમ છે કેલ્શીયમથી ભરપુર ખોરાક. આના માટે દૂધ, છાશ, લસ્સી તથા સંતુલિત માત્રામાં અન્ય ડેરી પ્રોડક્ટ્નું સેવન કરો. શરીરની અંદર કેલ્શિયમને અવશોષિત કરવા માટે વિટામીન ડી ની પણ જરૂરત છે આના માટે તદકો સૌથી મહત્વનો સ્ત્રોત છે. સાથે સાથે જરબવાલા ફળો, બદામ, કેળા, પાલક તેમજ અન્ય લીલા પાંદડાવાળી શાકભાજી તથા વિટામીન કે ના હેતુ બ્રોકોલી જેવા ખાધ્ય પદાર્થોનું સેવન કરો.

આ બધા સિવાય નિયમિત વ્યાયામ, સંતુલિત દિનચર્યા તથા યોગને પણ જીવનનું અવશ્ય અંગ માનવામાં આવે છે.

Share this Story:

Follow Webdunia gujarati