Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

પેટની જલન

પેટની જલન
, શનિવાર, 13 જૂન 2009 (10:15 IST)
પેટમાં ઘણી વખત જલન થાય છે. ક્યારેક એટલી બધી વધારે હોય છે જાણે કે પેટમાં આગ લાગી હોય. આ બળતરા તમારા રોજીંદા ખોરાક પર આધાર રાખે છે.

ક્યારેય મરચું ન ખાવાવાળા કે ઓછું ખાનારને વધારે પ્રમાણમાં મરચું ખાવાથી આ મુશ્કેલી સર્જાય છે. ઘણી વખત શરીરમાં ગરમીનું પ્રમાણ વધવાથી પણ આ સમસ્‍યા થાય છે. આપણા શરીરનું કેન્‍દ્ર પેટ છે. માટે તેમાં કોઇપણ પ્રકારની ગડબડ થવા દેવી ન જોઇએ.

ઉપાય - પુષ્‍કરના મૂળ, એરંડના મૂળ, જૌ અને ધમાસાને અધકચરા ખાંડીને ડબ્બામાં ભરી લેવા. એક ગ્લાસ પાણીમાં બે ચમચી ચૂર્ણ નાખી ઉકાળો. જ્યારે પાણી અઢધો કપ રહે ત્‍યારે ઉતારી લેવું. તેમાંથી અડધું સવારે અને અડધું સાંજે પીવાથી પેટની જલન શાંત થાય છે. આ પ્રયોગને ૮ દિવસ કર્યા બાદ બંધ કરવો.

આ પ્રયોગની સાથે યોગ્ય સુપાચ્ય ખોરાકનું સેવન કરવું અને અપાચ્ય ખોરાકનો ત્યાગ કરવો જરૂરી છે. પથ્ય ખોરાકમાં દૂધ અને પાણી એક-એક કપ મેળવીને તેમાં એક ચમચી દળેલી ખાંડ કે સાકર મેળવી ખાલી પેટે પીવું જોઇએ. ચા અને દૂધનો ત્યાક કરવો. આ રીતે દિવસમાં બે-ત્રણ વખત આ પીણું પીવું.

જમ્યા બાદ આગરાના પેઠા અથવા કેળું ખાવું. સવાર-સાંજ એક-એક ચમચી પ્રવાલ યુક્ત ગુલકંદનુ સેવન કરવું.
બપોરના સમયે આમળાના મુરબ્બાને (એક આમળા) ખૂબ ચાવી-ચાવીને ખાવો જોઇએ. તળ્યા અને ગરમ પ્રકૃતિના પદાર્થનો ત્યાગ

Share this Story:

Follow Webdunia gujarati