Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

તાવ કેમ આવે છે?

તાવ કેમ આવે છે?
NDN.D

અમેરીકાના વૈજ્ઞાનિકોએ મગજમાં આવેલા તે નાના કેન્દ્રની જાણકારી મેળવવામાં સફળતા મેળવી લીધી છે. શોધકર્તાઓએ જણાવ્યું હતું કે જો તે જાણકારી મળી જાય કે તે કેવી રીતે કામ કરે છે તો તેનાથી માણસમાં તાવ અને બીજી બિમારીઓને નિયંત્રિત કરવાની દિશામાં મહત્વપૂર્ણ સફળતા મળી શકશે.

વૈજ્ઞાનિકોના મતે જ્યારે લોકો બિમાર પડે છે ત્યારે શ્વેત રક્ત કણો શરીરની રક્ષા માટે કેમીકલ સિગ્નલ મોકલવાના શરૂ કરે છે. આ સિગ્નલોને સાઇટોકિન્સ કહે છે. આ સંદેશ વાહક મગજમાં રહેલી લોહીની નસોને પ્રોસ્ટાગ્લૈડિન ઇ-2 હાર્મોન બનાવવા માટે પ્રેરિત કરે છે. બોસ્ટનમાં આવેલ બેથ ઇઝરાયલ ડેકોનેસ મેડીકલ સેંટરના ડૉ. ક્લિફોર્ડ સૈપરે જણાવ્યું હતું કે આ પ્રક્રિયા મગજને સંક્રમણ કે સોજા વખતે પ્રતિક્રિયા કરવા માટે લાચાર કરે છે. ડૉ. ક્લિફોર્ડની સ્ટડી નૂચર સાયંસ જર્નલમાં પ્રકાશિત થઈ છે.

શોધકર્તાઓને જાણવા મળ્યું હતું કે પ્રોસ્ટાગ્લૈડીન ઇ-2 હાર્મોન મગજમાં રહેલ હાઇપોર્થેલેમસ નામના ભાગ પર પોતાનો પ્રભાવ નાંખે છે. હકીકતમાં હાઇપોર્થેલેમસ જ મગજનો એ ભાગ છે કે જે આપણા શરીરમાં ભૂખ, તરસ, યૌન ઇચ્છા અને તાપમાન જેવી વસ્તુઓ નિયંત્રિત કરે છે. સૈપર અને તેમના સહયોગીઓ તે વાત જાણવા માંગતા હતાં કે મગજમાં રહેલ કઇ નર્વ સેલ તાવ આવવા માટે જવાબદાર છે. તેના માટે તેઓએ લૈંબમાં ઉંદર પર પ્રયોગ કર્યો હતો. તેઓએ વ્યવસ્થિત રીતે ઇપી-3 રિસેપ્ટર માટે જવાબદાર જીનને સમાપ્ત કરી દીધું. ઇપી-3 રિસેપ્ટર મગજનો એવો ભાગ છે કે જે પ્રોસ્ટાગ્લૈડીન ઇ-2 હાર્મોન ગ્રહણ કરે છે. મગજની ઘણી બધી નસો ઇપી-3 રિસેપ્ટરનું નિર્માણ કરે છે.

શોધકર્તાઓનો અભિપ્રાય

સૈંપરે જણાવ્યું હતું કે ઇપી-3 રિસેપ્ટરને દૂર કરી દેવામાં આવે તો મગજ તાવ પ્રત્યે પોતાની પ્રતિક્રિયા આપવાની છોડી દેશે. અમે આશા રાખીએ છીએ કે આવું જ માણસના મગજ સાથે પણ થાય. તેઓએ જણાવ્યું હતું કે એસ્પ્રીન જેવી પેનકિલર શરીરમાં આવેલ બધા જ પ્રકારના પ્રોસ્ટાગ્લૈડીન રિસેપ્ટર પર કામ કરે છે.

પરંતુ આની સાઇડ ઇફેક્ટસ પણ થાય છે. આ વાતની જાણકારી મળવાથી ફિવરથી જોડાયેલ રિસેપ્ટરની જાણ કરી તેને કેવી રીતે ખત્મ કરવામાં આવે છે, ભવિષ્યમાં તાવને ખત્મ કરવા માટે વધારે વિશેષીકૃત દવા બનાવવામાં આવશે.

Share this Story:

Follow Webdunia gujarati