Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ક્વોન્ટમ મેડિસીનથી ડાયાબિટીસ મટાડી શકાય છે - ડો. પ્રવિણ પટેલ

ક્વોન્ટમ મેડિસીનથી ડાયાબિટીસ મટાડી શકાય છે - ડો. પ્રવિણ પટેલ
PR
P.R
ડાયાબિટીસ, એસીડીટી, ડિપ્રેશન, સ્ટ્રેસ, થાઈરોઈડ અને સાંધાનાં દુઃખાવા જેવી અનેક બિમારીઓનાં કાયમી અને અસરકારક ઈલાજ માટે પશ્ચિમી દેશોમાં ક્વોન્ટમ મેડિસીનની માગ વધી છે. ગુજરાત માટે આનંદની વાત એ છે કે, ક્વોન્ટમ મેડિસીન જેવી, મેડિકલ સાયન્સની અનોખી સારવાર પધ્ધતિ ઉપર અમેરિકામાં વર્ષો સુધી રિસર્ચ કરનારા ડો. પ્રવિણ પટેલે વડોદરામાં પ્રેકટિશ શરૃ કરી છે.

ક્વોન્ટમ મેડિસીન વિષે માહિતી આપતા ડો. પ્રવિણ પટેલે જણાવ્યુ હતુ કે, દર્દીનાં ડીએનએ, જિન્સ અને તેના શરીરની બાયો રેઝોનન્સ ફ્રિક્વન્સીનાં આંકલન બાદ ખાસ અમેરિકન ટેકનોલોજીથી ક્વોન્ટમ મેડિસીન તૈયાર કરવામાં આવે છે. દર્દીની હિસ્ટ્રી તથા બિમારીનો પ્રકાર જાણ્યા બાદ ખાસ તેના માટે જ તૈયાર કરવામાં આવતી ક્વોન્ટમ મેડિસીન, નિયમીત રીતે લેવાથી તેના આશ્ચર્યજનક ફાયદા થાય છે. ડાયાબિટીસ, એસીડીટી, ડિપ્રેશન, સ્ટ્રેસ, થાઈરોઈડ, લીવર પ્રોબલેમ અને સાંધાનાં દુઃખાવા જેવી બિમારીઓને દૂર કરવામાં ક્વોન્ટમ મેડિસીન અત્યંત અસરકારક નીવડે છે.

ક્વોન્ટમ મેડિસીન સાથે સ્ટેમરીચ નામના સપ્લિમેન્ટ લેવાથી કોઈપણ બિમારી ઉપર ઝડપથી અને કાયમ માટે કાબુ મેળવી શકાય છે. ડો. પ્રવિણ પટેલે જાણકારી આપી હતી કે, દક્ષિણ અમેરિકાનાં જંગલોમાંથી મળતી દુર્લભ વનસ્પતિનાં ઉપયોગથી તેમણે સ્ટેમરીચ નામના સપ્લિમેન્ટની શોધ કરી છે. 15 વર્ષનાં સંશોધન બાદ સ્ટેમરીચ નામના સપ્લિમેન્ટ બનાવવામાં તેમને સફળતા મળી છે. સ્ટેમરીચ સપ્લિમેન્ટની કેપસ્યૂલ નિયમીત લેવાથી વ્યક્તિનાં શરીરમાં સેલની માત્રામાં ઉછાળો આવે છે.

સ્ટેમરીચ સપ્લિમેન્ટથી દર્દીનાં ડેમેજ થયેલા ઓર્ગન્સને ફરી એકવાર કાર્યરત કરવામાં મદદ મળી શકે છે તેવો દાવો ડો. પ્રવિણ પટેલે કર્યો હતો. સ્ટેમરીચ નામના સપ્લિમેન્ટથી વ્યક્તિનાં શરીરની રોગપ્રતિકારક શક્તિમાં અને આંખોની રોશનીમાં વધારો થાય છે. ઉપરાંત, સ્ટેમરીચ સપ્લિમેન્ટ ડાયાબિટીસ અને લીવરની બિમારીઓને દૂર કરવામાં પણ અસરકારક સાબિત થઈ છે.

તેના આવા અદભૂત પરિણામોનો અનુભવ કર્યા બાદ ગુજરાત તથા અન્ય રાજ્યોનાં અનેક લોકો તેને ખાસ મંગાવી રહ્યા છે. નોંધનીય વાત એ છે કે, ક્વોન્ટમ મેડિસીન તથા સ્ટેમરીચ સપ્લિમેન્ટ બનાવવામાં કોઈપણ પ્રકારનાં કેમિકલનો ઉપયોગ થતો નથી જેને પરિણામે તેની આડઅસર થવાનો ભય રહેતો નથી.

વર્ષોનાં અનુભવ બાદ ડાયાબિટીસ જેવા રોગ ઉપર નિયંત્રણ અપાવવામાં તથા કાયમ માટે દૂર કરવામાં ડો. પ્રવિણ પટેલે મહારથ હાંસલ કરી લીધી છે. દર્દીનાં ડાયાબિટીસને કાયમ માટે મટાડવા, તેમણે અસરકારક રિવર્સીંગ ડાયાબિટીસ પ્રોગ્રામ તૈયાર કર્યો છે. જેમાં દર્દીનાં શરીરને અનુરૃપ ક્વોન્ટમ મેડિસીન તૈયાર કરવામાં આવે છે. ઉપરાંત, તેની સાથે સ્ટેમરીચ સપ્લિમેન્ટ, અન્ય દવાઓ યોગ્ય માત્રામાં આપવામાં આવે છે અને દર્દી માટે ડાયટ ચાર્ટ બનાવવામાં આવે છે. ડો. પટેલે દાવો કર્યો હતો કે, નિશ્ચિત દર્દી માટે ખાસ તૈયાર કરવામાં આવેલા રિવર્સીંગ ડાયાબિટીસ પ્રોગ્રામનું નિયમીત અનુસરણ કરવામાં આવે તો તેનો ડાયાબિટીસ કાયમ માટે મટી શકે છે.

Share this Story:

Follow Webdunia gujarati