Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

હનુમાન જયંતી પર સંકટ મોચન પાસેથી મનપસંદ Giftની આશા રાખનારા રાશિ મુજબ કરે આ કામ

હનુમાન જયંતી પર સંકટ મોચન પાસેથી મનપસંદ Giftની આશા રાખનારા રાશિ મુજબ કરે આ કામ
, બુધવાર, 20 એપ્રિલ 2016 (12:41 IST)
જ્યોતિષશાસ્ત્ર મુજબ સૂર્ય, શનિ અને રાહુના દોષોના નિવારણ માટે હનુમાન આરાધના વિશેષ માનવામાં આવે છે. ચૈત્ર માસની પૂર્ણિમાના દિવસે હસ્ત નક્ષત્ર મળતા હનુમાન જયંતીનો અધ્યાત્મિક પ્રભાવ વધી જાય છે. આ દિવસે વિશેષ રૂપે કરવામાં આવેલ હનુમાન સાધના રોગ, શોક અને દુ:ખોને મટાવીને વિશિષ્ટ ફળ આપે છે.  શાસ્ત્રમુજબ ચૈત્ર માસના શુક્લ પક્ષની પૂર્ણિમા તિથિના રોજ એકાદશ રુદ્રાવતાર હનુમાનજીનો જન્મ થયો હતો. પંચાગ મુજબ હનુમાનજીનો જન્મ પૂર્ણિમા તિથિ અને હસ્ત નક્ષત્રના સંયોગથી થયો હતો. 
 
હનુમાન જયંતી પર સંકટ મોચન પાસેથી મનપસંદ ગિફ્ટની આશા રાખનારા કરે કંઈક ખાસ 
 
મેષ - એકમુખી હનુમંત કવચનો પાઠ કરે અને હનુમાનજી પર બૂંદી ચઢાવીને ગરીબ બાળકોમાં વહેંચે. 
 
વૃષ - રામચરિતમાનસના સુંદર કાંડનો પાઠ કરો અને હનુમાનજી પર મીઠો રોટલો ચઢાવીને વાનરોને ખવડાવો. 
 
મિથુન - રામચરિતમાનસના અરણ્ય-કાંડનો પાઠ કરો અને હનુમાનજી પર પાન ચઢાવીને ગાયને ખવડાવો. 
 
કર્ક - પંચમુખી હનુમંત કવચનો પાઠ કરો અને હનુમાનજી પર પીળા ફૂલ ચઢાવીને જળપ્રવાહ કરો. 
 
સિંહ - રામચરિતમાનસના બાળ કાંડનો પાઠ કરો અને હનુમાનજી પર ગોળની રોટલી ચઢાવીને ભિખારીને ખવડાવો. 
 
કન્યા - રામચરિતમાનસના લંકા-કાંડનો પાઠ કરો ને હનુમાન મંદિરમાં શુદ્ધ ઘી ના 6 દીપક પ્રગટાવો. 
 
તુલા - રામચરિતમાનસના બાળ-કાંડનો પાઠ કરો અને હનુમાનજી પર ખીર ચઢાવીને ગરીબ બાળકોમાં વહેંચો 
 
વૃશ્ચિક - હનુમાન અષ્ટકનો પાઠ કરો અને હનુમાનજી પર ગોળવાળા ચોખા ચઢાવીને ગાયને ખવડાવો. 
 
ધનુ - રામચરિતમાનસના અયોધ્યાકાંડનો પાઠ કરો અને હનુમાનજી પર મધ ચઢાવીને ખુદ પ્રસાદના રૂપમાં ખાવ. 
 
 મકર - રામચરિતમાનસના કિષ્કિન્ધા-કાંડનો પાઠ કરો અને હનુમાનજી પર મસૂર ચઢાવીને માછલીઓને ખવડાવો 
 
કુંભ - રામચરિતમાનસના ઉત્તર કાંડનો પાઠ કરો અને હનુમાનજી પર ગળી રોટલીઓ ચઢાવીને ભેંસોને ખવડાવો 
 
મીન - હનુમંત બાહુકનો પાઠ કરો અને હનુમાનજીના મંદિરમાં લાલ રંગની ધ્વજ કે પતાકા ચઢાવો. 

Share this Story:

Follow Webdunia gujarati